ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજ્ય સરકારે શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા, જાણો કયા નવા નિયમો આવ્યા

Gujarat Teacher News : કુલ 11 મુદ્દા જણાવવામાં આવ્યા છે
07:15 PM Nov 12, 2024 IST | Aviraj Bagda
Gujarat Teacher News : કુલ 11 મુદ્દા જણાવવામાં આવ્યા છે
Gujarat Teacher News

Gujarat Teacher News : રાજ્ય સરકારે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોર દ્વારા આ અંગે સોશિયલ મીડિયા X ઉપર એક પોસ્ટ શેર કરી છે. ત્યારે કુલ 11 મુદ્દા જણાવવામાં આવ્યા છે.

  1. આ નિયમોમાં શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષક જેમની ઓછામાં ઓછી 2 વર્ષની સેવા પૂર્ણ થયેલ હોય તેઓને જિલ્લા ફેર-બદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  2. આ જિલ્લા ફેર-બદલી ઓનલાઇન સોફ્ટવેરના માધ્યમથી કરવાની જોગવાઇ કરવામાં આવી છે. શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકે પોતાની મૂળ નિમણૂંકના જિલ્લાની કચેરી મારફતે અરજી કરવાની જોગવાઇ કરવામાં આવી છે.
  3. આ અરજી શાળાના આચાર્ય તથા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને કમિશ્નર શાળાઓની કચેરીને મોકલી આપવાની રહેશે.
  4. નિયત સમય મર્યાદામાં અરજીઓ મળ્યા બાદ કમિશ્નર શાળાઓની કચેરી દ્વારા રાજ્ય કક્ષાની વિભાગ/વિષયવાર કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ કમિશ્નર શાળાઓની કચેરી ગાંધીનગરની મંજુરી મળ્યેથી આખરી ઓનલાઇન યાદી પ્રસિદ્ધ કરવામાં આવો અને તે મૂજબ જિલ્લા ફેર-બદલીના હુકમો ઓનલાઈન જ કરવામાં આવશે.
  5. કેમ્પમાં બદલી હુકમ થયેથી શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકને કરજિયાત છૂટા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારીની નિયત કરવામાં આવી છે અને છૂટા કર્યા બાદ તે અંગેના હુકમો ઓનલાઇન અપલોડ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.
  6. આ જિલ્લા કેર-બદલીઓ અંગેની અરજીઓ માટે મેરીટ સિસ્ટમ પદ્ધતિ અપનાવવામાં આવી છે. આ મેરીટ પદ્ધતિમાં જે તે શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકને તેમની સેવાના સમયગાળા માટે વધુમાં વધુ 30 પોઇન્ટ્સ, ખાસ કેટેગરી જેવી કે, દિવ્યાંગ/વિધવા/ત્યક્તા/વિધુર માટે 8 પોઇન્ટ્સ, સચિવાલયના બિન-બદલીપાત્ર કર્મચારીઓને પતિ-પત્નીને સરકારી નોકરીની કેટેગરી માટે પણ 10 પોઇન્ટ્સની જોગવાઇ કરવામાં આવી છે. વધુમાં, છેલ્લા 3 વર્ષમાં જે તે શિક્ષકે તેમના સંબંધિત વિષયમાં ધોરણ 10/ ધોરણ 12માં છેલ્લા ત્રણ વર્ષમાં મેળવેલ સરેરાશ પરિણામ તથા વિધાર્થીની સંખ્યા ધ્યાને લઇ વધુમાં વધુ 10 પોઇન્ટ્સની જોગવાઇ કરવામાં આવી છે.
  7. દિવ્યાંગ શિક્ષકો માટે કે જેઓ 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય, તેઓએ તબીબી પંચનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. દંપતી કેસમાં પતિ-પત્ની જિલ્લા ફેર-બદલી માટે પતિ-પત્નીની નોકરીના કિસ્સમાં શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકને પતિ/પત્ની રાજ્ય સેવા/પંચાયત સેવા કે રાજ્યના કોઈ જાહેર સાહસો/બોર્ડ/કોર્પોરેશન(નિગમ)/અનુદાનિત સંસ્થાઓમાં નિયમિત ભરતી પ્રક્રિયા દ્વારા ફીક્સ પગાર કે નિયમિત નિમણુંકથી નોકરી કરતાં હોય તેને લાગુ પડે છે. આ દંપતીના કિસ્સામાં 11 માસના કરાર કે આઉટસોર્સિંગથી નોકરી કરતાં કર્મચારીઓને લાભ મળવાપાત્ર થતો નથી.
  8. વિધવા/વિધુર/ત્યકતાના કિસ્સામાં તેઓએ વિધવા/વિધુર હોવા અંગેનું તથા પુન:લગ્ન ન કરેલ હોવા અંગેનું સ્વ-ઘોષણાપત્ર રજૂ કરવાનું રહેશે.
  9. અસાધ્ય તથા ગંભીર રોગો/બિમારીઓના કિસ્સામાં જિલ્લા આંતરિક/જિલ્લા ફેર-બદલીઓ કરવાની સત્તા ફકત સરકાર કક્ષાએ રહેશે અને તે માટે તબીબી પંચ દ્વારા નિયત કરવામાં આવેલ અસાધ્ય તથા ગંભીર રોગો ધ્યાને લેવામાં આવે છે.
  10. આ જિલ્લા ફેર-બદલીનો લાભ શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકને બે વાર મળવાપાત્ર રહેશે.
  11. શિક્ષકોને પ્રતિ-નિયુક્તિથી અન્ય જગ્યાએ સેવા બજાવવા માટે હુકમ કરવાની સત્તા સરકારની રહેશે.

આ પણ વાંચો: વાવ વિધાનસભા ચૂંટણીમાં 321 મતદાન મથકો પર યોજાશે મતદાન

Tags :
Breaking News In GujaratiEducation Ministergoogle newsGovernment Jobgovernment schoolGujarat NewsGujarat Teacher NewsGujarati breaking newsGujarati NewsKuber Dindorlocal newsmaru gujaratNews In Gujaratirules for transfer of government teachersTeacher Transferteacher transfer newstransfer rules
Next Article