શુભમન ગિલનું પત્તું કપાયું? આ ખેલાડી બનશે ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન
અમદાવાદ : નવું વર્ષ 2025 ના પહેલા જ દિવસે 1 જાન્યુઆરીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ટીમ ગુજરાત ટાઇટન્સ (GT) એ એક પોસ્ટ શેર કરીને હલચલ માચવી દીધી છે. ટીમમાં નવા જુની ચાલી રહી હોવાના એંધાણ આ પોસ્ટ પરથી જ મળી રહ્યા છે.
ગુજરાત ફ્રેંચાઇજીએ આગામી સીઝનથી ટીમના કેપ્ટન બદલાવા સંકેત આપ્યા છે. ગત્ત સીઝનમાં આ ટીમની કેપ્ટન્સી શુભમન ગીલના હાથમાં હતી. જો કે તે સમયે ટીમને ધારી સફળતા મળી નહોતી. જેના કારણે આ સિઝનમાં કેપ્ટન બદલાય તેવી આશંકા નિષ્ણાંતો સેવી રહ્યા હતા. ત્યારે ગુજરાત ટાઇટન્સની એક પોસ્ટે ફરી એકવાર અફવાનું બજાર ગરમ કરી દીધું છે.
ફ્રેંચાઇજીએ અફઘાનિસ્તાની સ્પિન ઓલરાઉન્ડર રાશિદ ખાનની એક તસ્વીર શેર કરી છે. આ સાથે જ કેપ્શનમાં લખ્યું કે, એક સાફ સ્લેટ, એક નવી કહાની. આ પ્રકારના કેપ્શન સાથે તસ્વીર શેર કરી હતી. ફોટોની સાથે ફ્રેંચાઇજીએ લખ્યું કે, 2025 માં ગુજરાત ટાઇટન્સની કહાની આ પોસ્ટની સાથે જ ફેન્સ કેપ્ટન બદલવાનો અંદાજ પણ લગાવવા લાગ્યા છે.
ગુજરાત ફ્રેંચાઇજીની પોસ્ટ...
IPL 2022 થી સફર શરૂ કરનારી ગુજરાતની ટીમે પહેલી સીઝન જીતી હતી. જ્યારે 2023 માં રનરઅપ રહી હતી. બંન્ને વખત હાર્દિક પંડ્યા જ ટીમના કેપ્ટન રહ્યા હતા.
પંડ્યા 2024 સીઝનથી મુંબઇ ઇન્ડિયન્સમાં જોડાઇ ગયા હતા. ત્યારે ગુજરાતે શુભમન ગીલને કેપ્ટન બનાવ્યા હતા. આ સિઝનમાં ટીમ પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી.
IPL 2025 ની નીલામી પહેલા ગુજરાતે રાશિદને 18 કરોડ અને ગિલને 16.50 કરોડ રૂપિયામાં રિટેન કર્ાય હતા. રાશિદ જ હાલ આ ટીમના સૌથી મોંઘા ખેલાડી છે.