ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat : આજે 10.30 વાગ્યે ધો.12 અને ગુજકેટનું પરિણામ, 4 સ્ટેપથી વેબસાઇટ પર ચેક થશે રિઝલ્ટ

www.gseb.org પર સવારે પરિણામ જાહેર કરવામાં આવશે. વોટ્સએપ નં-6357300971 પર સીટ નંબરથી પરિણામ મળશે
07:31 AM May 05, 2025 IST | SANJAY
www.gseb.org પર સવારે પરિણામ જાહેર કરવામાં આવશે. વોટ્સએપ નં-6357300971 પર સીટ નંબરથી પરિણામ મળશે

આજે 10.30 કલાકે ધો.12 અને ગુજકેટનું પરિણામ જાહેર થશે. જેમાં www.gseb.org પર સવારે પરિણામ જાહેર કરવામાં આવશે. વોટ્સએપ નં-6357300971 પર સીટ નંબરથી પરિણામ મળશે. સામાન્ય પ્રવાહના 4 લાખથી વધુ, સાયન્સમાં 1 લાખથી વધુ વિદ્યાર્થી છે.
ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષા 10 થી 15 દિવસ વહેલી શરૂ થઈ હતી તથા ધો. 12 સાયન્સ-કોમર્સનું પરિણામ 2024માં 9મેના રોજ આવ્યું હતું.

શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જાહેર થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ 5/5/2025ના રોજ સવારના 10:30 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો સીટ નંબર એન્ટર કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર-6357300971 પર સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકશે.

વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક નંબર મોકલીને પણ પરિણામ જાણી શકશે

વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને SR શાળામાં મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે X પર ટ્વીટ કરીને પરિણામ જાહેર થવાની જાણ કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે ફેબ્રુઆરી-માર્ચ 2025 માં લેવામાં આવેલ ધો. 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત માધ્યમની પરીક્ષાનું પરિણામ તા. 5.5.2025 ના રોજ સવારે 10.30 કલાકે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવનાર છે. તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે,વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઈટ http://gseb.org પર બેઠક ક્રમાંક દાખલ કરીને જોઈ શકશે. તેમજ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક નંબર મોકલીને પણ પરિણામ જાણી શકશે.

આ પણ વાંચો: Gujarati Top News : આજે 5 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

 

Tags :
GujaratGujarat FirstGujarati NewsGujarati Top NewsGUJCETresultsTop Gujarati News
Next Article