ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat : રાજ્યમાં પરિવહન સેવાઓ થઈ શકે છે મોંઘી, ભાડામાં 15 ટકા વધારો આપવા સરકારને રજૂઆત

એક લક્ઝરી બસને 40 હજાર રોડ ટેક્સનો દાવો છે તથા ટોલ, સરકારી ટેક્સના ભારણનું કારણ આપ્યું
01:49 PM Mar 31, 2025 IST | SANJAY
એક લક્ઝરી બસને 40 હજાર રોડ ટેક્સનો દાવો છે તથા ટોલ, સરકારી ટેક્સના ભારણનું કારણ આપ્યું
Gujarat, TransportServices, STBus, Ahmedabad @ Gujarat first

ગુજરાત રાજ્યમાં પરિવહન સેવાઓ મોંઘી થઈ શકે છે. જેમાં ST બાદ હવે ખાનગી બસના સંચાલકોની માગ સામે આવી છે. ભાડામાં 15 ટકા વધારો આપવા સરકારને રજૂઆત કરાઇ છે. 4 વર્ષથી ખાનગી બસના ભાડા ન વધ્યાનો દાવો કરવામાં આવ્યો છે. તથા 7 એપ્રિલે ભાવ વધારા અંગે સરકાર સાથે બેઠક થશે. એક લક્ઝરી બસને 40 હજાર રોડ ટેક્સનો દાવો છે. તથા ટોલ, સરકારી ટેક્સના ભારણનું કારણ આપ્યું છે.

આવતીકાલથી ગુજરાતમાં પ્રવાસ કરવો મોંઘો પડશે

આવતીકાલથી ગુજરાતમાં પ્રવાસ કરવો મોંઘો પડશે. જેમાં નેશનલ અને સ્ટેટ હાઈવે પર ટોલમાં વધારો કરાયો છે. તેમાં ટોલ બૂથ પર રૂ.5થી રૂ.40 સુધીનો વધારો ઝીંકાયો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ પર પણ ટોલ વધારો કરાયો છે. હવે કાર-જીપના રૂ.135ના બદલે રૂ.140 ચૂકવવા પડશે. વડોદરાથી આણંદ વચ્ચે કારનો ટોલ વધીને રૂ.55 થયો છે. રઘવાણજ ટોલ પ્લાઝા પર કાર-જીપનો ટોલ રૂ.110 છે. દેશનો સૌથી વધુ ટોલ આવક ભરથાણા પ્લાઝા ધરાવે છે. ત્યારે ભરથાણા પ્લાઝા પર હવે કારનો ટોલ વધીને રૂ.160 થયો છે. જેમાં મધ્યપ્રદેશ સરહદથી અમદાવાદની મુસાફરી મોંઘી થશે. કારણ કે ભથવાડા પ્લાઝા પર કાર-જીપના રૂ.185 ચૂકવવા પડશે. તથા ચોર્યાસી પ્લાઝા પર કાર-જીપનો ટોલ હવે રૂ.125 છે.

ખાનગી બસોના ભાડામાં 15 ટકા વધારો આપવા એસોસિએશનની માંગ

સરકારી ST બસોના ભાડામાં વધારા બાદ ખાનગી બસોના ભાડામાં વધારાની શક્યતા છે. ખાનગી બસોના ભાડામાં 15 ટકા વધારો આપવા એસોસિએશનની માંગ છે. સરકારે ST બસોમાં 2023 માં 25 ટકા અને હવે 10 ટકા વધારો કર્યો ખાનગી ટ્રાવેલ્સને કેમ અન્યાય તેવી ચર્ચાએ વેગ પક્ડ્યો છે. ખાનગી બસોના ભાડામાં છેલ્લા ચાર વર્ષથી ભાવ વધારો આવ્યો નથી. ટોલટેક્સ અને સરકારી ટેક્સના ભારણના કારણે ખાનગી લક્સરી બસોએ વધારો માંગ્યો છે.

આ પણ વાંચો: Shankar Chaudhary Super Exclusive : વિધાનસભા સત્રથી લઈ તેમના વિસ્તાર અંગે શંકર ચૌધરી સાથે ખાસ સંવાદ

Tags :
ahmedabad gujarat newsGujaratGujarat FirstGujarati NewsGujarati Top NewsSTbusTop Gujarati NewsTransportServices
Next Article