Gujarat : UCC કાયદાથી સમાજને મોટો ફાયદો - દક્ષેશ ઠાકર
- ચાલીસ વર્ષનો મારો અનુભવ કામ લાગશે: દક્ષેશ ઠાકર
- મહિલાઓને ન્યાય, સન્માન મળે તેવા પ્રયાસ
- છેલ્લા 40 વર્ષથી શિક્ષણ સાથે સંકળાયેલા છે દક્ષેશ ઠાકર
Gujarat UCC : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક ધારો-યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કરેલો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા UCC ની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં યુસીસી કઇ રીતે લાગુ કરી શકાય કે જેથી કોઇની ભાવનાને નુકસાન ન પહોંચે અને સમગ્ર રાજ્યમાં કાયદો લાગુ કરી શકાય અને તેના કેવા નિયમો હોવા જોઇએ તે અંગે સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીના વડા સુપ્રીમકોર્ટના પૂર્વ જજ રંજના દેસાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સામાજિક તાણાવાણાને સમજવા માટે સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દક્ષેશ ઠાકર (પૂર્વ ચાન્સેલર), આર.સી કોડેકર (એડ્વોકેટ) અને સી.એલ મીણા (પૂર્વ આઇએએસ)નો સમાવેશ કરવામાં આવ્યો છે.
ચાલીસ વર્ષનો મારો અનુભવ કામ લાગશે: દક્ષેશ ઠાકર
UCC કમિટીના સભ્ય દક્ષેશ ઠાકર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું છે કે ચાલીસ વર્ષનો મારો અનુભવ કામ લાગશે. મહિલાઓને ન્યાય, સન્માન મળે તેવા પ્રયાસ છે. આ કાયદાથી સમાજને મોટો ફાયદો થશે. મહિલાઓ અને બહેનોને ન્યાયમાં ઘણો વિલંબ થતો હતો તે હવે થશે નહિ. ઉલ્લેખનીય છે કે દક્ષેશ ઠાકર છેલ્લા 40 વર્ષથી શિક્ષણ સાથે સંકળાયેલા છે. ગુજરાત રાજ્યમાં વસતા બધા જ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા પાંચ સભ્યોની સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે.
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના અધ્યક્ષસ્થાને આ સમિતિની રચના કરાશે
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના અધ્યક્ષસ્થાને આ સમિતિની રચના કરાશે. તેના અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈ.એ.એસ. શ્રી સી.એલ. મીના, એડવોકેટ આર. સી. કોડેકર તેમજ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. આ અહેવાલના અભ્યાસના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ યુનિફોર્મ સિવિલ કોડના કાયદામાં આદિવાસી સમાજની સંપૂર્ણ ચિંતા કરીને તેમના નીતિ-નિયમો, રિવાજો, કાનૂનોનું સંરક્ષણ કરવામાં આવશે અને તેનાથી કોઈપણ પ્રકારે આદિવાસી સમાજના કોઈ રિતી-રિવાજો, કાનુનો કે અધિકારોને અસર નહિ થાય તેવી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો.
આ પણ વાંચો: Gujarat UCC કમિટીના ચેરમેન નિવૃત્ત જજ રંજના દેસાઇ વિશે જાણો ખાસ વાત