ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat ACB ની કામગીરીનો ભાંડો તકેદારી આયોગે ફોડ્યો, એસીબીમાં ગોઠવણ કે બેદરકારી ?

Gujarat ACB : ભ્રષ્ટાચારને ખતમ કરવા મેદાને પડેલા ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (Gujarat Anti Corruption Bureau) માં છેલ્લાં કેટલાંક વર્ષોથી પોલમપોલ ચાલતી આવી છે. દસકાઓથી ગાંધીનગરમાં પડતા તાલે નાચતી Gujarat ACB માં હદ બહાર ગોઠવણ અને બેદરકારીના કિસ્સાઓ સામે આવી...
07:07 PM Mar 27, 2025 IST | Bankim Patel
Gujarat ACB : ભ્રષ્ટાચારને ખતમ કરવા મેદાને પડેલા ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (Gujarat Anti Corruption Bureau) માં છેલ્લાં કેટલાંક વર્ષોથી પોલમપોલ ચાલતી આવી છે. દસકાઓથી ગાંધીનગરમાં પડતા તાલે નાચતી Gujarat ACB માં હદ બહાર ગોઠવણ અને બેદરકારીના કિસ્સાઓ સામે આવી...

Gujarat ACB : ભ્રષ્ટાચારને ખતમ કરવા મેદાને પડેલા ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (Gujarat Anti Corruption Bureau) માં છેલ્લાં કેટલાંક વર્ષોથી પોલમપોલ ચાલતી આવી છે. દસકાઓથી ગાંધીનગરમાં પડતા તાલે નાચતી Gujarat ACB માં હદ બહાર ગોઠવણ અને બેદરકારીના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. આ ચોંકાવનારા આંકડા ખુદ ગુજરાત તકેદારી આયોગે (Gujarat Vigilance Commission) આપ્યા છે. લાંચિયા/ભ્રષ્ટાચારીઓની સામે લાલ આંખ કરતું લાંચ રૂશ્વત વિરોધી દળ કેટલાંક કિસ્સાઓમાં સમય સ્થિતિને આધિન પ્રેમ પણ વરસાવે છે.

તકેદારી આયોગના રિપોર્ટમાં પોલ ખૂલી

Vigilance Commission Gujarat ના વર્ષ 2023ના વાર્ષિક અહેવાલમાં એન્ટી કરપ્શન બ્યૂરો (Gujarat ACB) ની કામગીરી અંગે પોલ ખૂલી છે. તકેદારી આયોગના રિપોર્ટમાં અનેક આંકડાઓ ચોંકાવનારા છે. Gujarat ACB ના 1173 કેસ વર્ષ 2019 પહેલાંના પડતર છે. લાંબા વિલંબ અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે એસીબીના કેસોમાં સાક્ષીઓની હયાતી અને ઉપલબ્ધતાની સંભાવનાઓ ઘણી ઘટી જાય છે. જેથી એસીબી આવા કેસો સાબિત કરવામાં નિષ્ફળ જઈ શકે છે.

રાજ્યની અદાલતોમાં 2262 કેસ પડતર

Gujarat ACB માં મંજૂર મહેકમ અને હાજર મહેકમ વચ્ચે મોટી ખાઈ છે. ભ્રષ્ટાચારને નાથવાની વાતો કરતી ગુજરાત સરકાર (Gujarat Government) એસીબીમાં અધિકારી/કર્મચારીઓની ઘટ પૂર્ણ કરતી નથી. જેની સીધી અસર કેસોની પડતર સંખ્યા પર પડે છે. વર્ષ 2023ના આંકડા અનુસાર રાજ્યભરની જુદીજુદી અદાલતોમાં 2262 કેસ પડતર પડ્યા છે. જેમાં સૌથી મોખરે અમદાવાદ શહેરના 224 કેસ, સુરત શહેરના 215 કેસ, વલસાડના 146 કેસ, વડોદરા શહેરના 103 અને બનાસકાંઠાના 101 કેસ અદાલતોમાં પડતર પડ્યા છે.

સાબિત કરતા ના સાબિત લાંચ કેસની સંખ્યા વધુ

ગુજરાત તકેદારી આયોગના આંકડાઓ જોતા વર્ષ 2019 થી 2023 દરમિયાન Gujarat ACB અદાલતોમાં લાંચ/ભ્રષ્ટાચાર/ ગેરરિતીના 228 કેસો સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે. રાજ્યની વિવિધ અદાલતોમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (Prevention of Corruption Act) નિકાલ કરાયેલા કેસોની સંખ્યા કુલ 507 છે. જે પૈકી માત્ર 141 કેસના આરોપ સાબિત કરવામાં Gujarat ACB સફળ રહી છે.

આ પણ  વાંચો -BAPS : સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તોની લાગણી દુભાય તેવી અનેક પોસ્ટ કરનારની ધરપકડ, રિમાન્ડ લેવાયા

સમરી રિપોર્ટ કેમ આપવો પડે ?

લાંચ/ભ્રષ્ટાચાર કે પછી અન્ય કોઈ પોલીસ કેસ હોય તેની તપાસ દરમિયાન તપાસ અધિકારીને પૂરાવા ના મળે, આરોપીના મળે અથવા તો ફરિયાદનું તથ્ય ના જણાય તો જુદીજુદી સમરી હેઠળ અદાલતને રિપોર્ટ કરવામાં આવે છે. Investigation Officer ને પૂરાવા હાથ લાગે પરંતુ આરોપી ના મળી આવે તેવા કિસ્સામાં 'એ' સમરી ભરવામાં આવે છે. ભવિષ્યમાં આરોપી મળી આવે તો તેની સામે કાર્યવાહી કરી શકાય છે. તપાસ અધિકારીને પૂરાવા ના મળે એટલે કે, ફરિયાદ ખોટી હોવાનું સામે આવે ત્યારે 'બી' સમરી રિપોર્ટ કરવામાં આવે છે. જ્યારે માહિતી કે હક્કિતની ભૂલના કારણે થયેલી ફરિયાદ હોવાનું તપાસમાં સામે આવે તો IO 'સી' સમરી ભરે છે.

આ પણ  વાંચો -Aava Water Plant : બૉટલોમાં પાણી ભરીને વેચતી કંપનીના પાર્કિંગમાં પડેલી બિનવારસી ટ્રકમાંથી મળ્યો વિદેશી દારૂ

તપાસ પ્રક્રિયામાં અનેક અવરોધ અને ગોઠવણ કારણભૂત

એસીબીના કેસોમાં આરોપીઓ આગોતરા તેમજ રેગ્યુલર જામીન મેળવવા વડી અદાલત સુધી પહોંચે છે. કેટલાંક કિસ્સાઓમાં તો આરોપીઓ રાહત મેળવવા માટે સુપ્રીમ કોર્ટ (Supreme Court) સુધી પણ જાય છે. આ કારણોસર તપાસ પ્રક્રિયા તેમજ ધરપકડની કાર્યવાહીમાં વિલંબ આવે છે. આથી પણ વિશેષ Prevention of Corruption Act ના કેસમાં આરોપી પકડાયા બાદ તેની તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ કરવામાં આવે છે. આ તમામ દસ્તાવેજો જે-તે વિભાગના સક્ષમ અધિકારી પાસે ACB મોકલી આપી પ્રોસીક્યુશન (અદાલતમાં કેસ ચલાવવા)ની મંજૂરી માગે છે. પ્રોસીક્યુશનની મંજૂરી બાદ જ લાંચીયા અધિકારી સામે અદાલતમાં કેસ ચાલી શકે છે. રાજ્ય સરકારના અનેક વિભાગના ગોઠવણીયા વડાઓ વર્ષો સુધી Gujarat ACB ને અદાલતમાં કેસ ચલાવવાની મંજૂરીઓ આપવાનું ટાળે છે. એસીબીના કેટલાંક અધિકારીઓ પણ આવા કિસ્સાઓમાં ગોઠવણ કરી લે છે અને આ જ કારણો લાંબા વિલંબ માટે કારણભૂત બને છે. અત્રે નોંધનીય છે કે, Gujarat ACB માં છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક વખત વિભાગના વડા (ACB Chief) ના ખાલી સ્થાને ઈન્ચાર્જ અધિકારીઓને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત અનેક મહત્વના સ્થાનો ખાલી હોવાથી ત્યાં પણ ઈન્ચાર્જ અધિકારી અથવા તો વધારોનો હવાલો સોંપવામાં આવે છે.

Tags :
ACB ChiefBankim PatelGujarat ACBGujarat Anti Corruption BureauGujarat FirstGujarat GovernmentHigh Court GujaratInvestigation OfficerPrevention of Corruption ActSupreme CourtVigilance Commission Gujarat
Next Article