ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Weather : અંબાલાલ પટેલે આ વિસ્તારો માટે કરી માવઠાની આગાહી, ખેડૂતોની ચિંતા વધી

રાજ્યમાં 4થી 11 એપ્રિલ સુધી વાતાવરણમાં આવી શકે છે પલટો ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા 14 એપ્રિલથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ તૈયાર Gujarat Weather :  ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી શકે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે...
02:28 PM Mar 31, 2025 IST | SANJAY
રાજ્યમાં 4થી 11 એપ્રિલ સુધી વાતાવરણમાં આવી શકે છે પલટો ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા 14 એપ્રિલથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ તૈયાર Gujarat Weather :  ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી શકે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે...
Gujarat Weather Alert

Gujarat Weather :  ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી શકે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં 4થી 11 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા સાથે
દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તેમજ 10થી 13 એપ્રિલમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

14 એપ્રિલથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ તૈયાર

14 એપ્રિલથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ તૈયાર થશે. તેમજ 4 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગોમાં થવાની શક્યતા છે. રાજ્યમાં મૌસમે મિજાજ બદલ્યો છે. ક્યાંક માવઠું તો ક્યાંક ગરમીની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બેવડી ઋતુની અસર રહેશે. આજે કેટલાક જિલ્લામાં ગરમીનો પારો 38 થી 39 રહેશે તો બીજી તરફ રાજયમાં કમોસમી માવઠાની આગાહી છે. રાજ્યમાં 2 એપ્રિલ સુધી માવઠાની આગાહી છે. તેમજ આજે નર્મદા અને તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 એપ્રિલને અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, નર્મદા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે.

પોરબંદર 39.7, ભાવનગર 38.2ડિગ્રી તાપમાન નોંધાયું

2 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. બીજી તરફ રાજ્યમાં સૌથી વધુ તાપમાન મહુવામાં 41.6 ડિગ્રી નોંધાયું છે. તેમજ રાજકોટ 40.9 ડિગ્રી, સુરેન્દ્રનગર 40.7 ડિગ્રી તથા કેશોદ 40.2 ડિગ્રી, વડોદરા 39.6 ડિગ્રી, ભુજ 38.2 અને સુરત 38.1 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું છે. અમદાવાદ અને ગાંધીનગર 38.8 ડિગ્રી અને ડીસા 38.4 ડિગ્રી , વલ્લભ વિદ્યાનગરમાં 38.9 ડિગ્રી સાથે પોરબંદર 39.7, ભાવનગર 38.2ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો: Gujarat : રાજ્યમાં પરિવહન સેવાઓ થઈ શકે છે મોંઘી, ભાડામાં 15 ટકા વધારો આપવા સરકારને રજૂઆત

 

Tags :
ahmedabad gujarat newsAmbalal PatelfarmerGujarat Firstgujarat weatherGujarati NewsGujarati Top NewsRainTop Gujarati News
Next Article