Gujarat: ઠંડીને લઇ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી
- Gujarat: અંબાલાલ પટેલની ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચના
- ઘઉં અને શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા
- બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની જે વાવાઝોડું બની શકે છે
Gujarat: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં અંબાલાલ પટેલની ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચના છે. તેમાં ઘઉં અને શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે. તથા જીરાના પાકોમાં અસર થઈ શકે છે તેથી ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે. તેમજ ભેજના કારણે રોગ આવવાની શક્યતા છે.
બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની જે વાવાઝોડું બની શકે છે
બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની જે વાવાઝોડું બની શકે છે. જેમાં 22 નવેમ્બરથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બનશે. તથા 25 નવેમ્બરથી 28 નવેમ્બર બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે.
ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો થશે
ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો થશે. 2 થી 8 ડિસેમ્બર દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં મધ્યમ પશ્ચિમી વિક્ષેપ આવશે. તથા વાવાઝોડાની અસર અને પશ્ચિમી વિક્ષેપની અસરોના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની અસર વધુ રહેશે.
Gujarat: ભરૂચ અને અમરેલી જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ
સુરત, નવસારી, ભરૂચ અને અમરેલી જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. તેમજ ડિસેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં સામુદ્રીક પેરા મિટર સક્રીય થતા હવામાન પલટાશે. જેમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષા થશે જે આકરી ઠંડી લાવશે. ગુજરાતમાં વાદળવાયુ કે ઠંડીમાં વધારો થશે.
આ પણ વાંચો: Bihar: નીતિશ કુમાર 10મી વખત CM બન્યા, 26 મંત્રીઓમાં એક મુસ્લિમ, 3 મહિલાઓ અને 3 પહેલી વાર ચૂંટાયેલા મંત્રીઓ