Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાતમાં ફરી માવઠાની આફત! હવામાન નિષ્ણાંત Ambalal Patel ની મોટી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ને કારણે માવઠાની આગાહી કરી છે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે ખાસ કરીને 27 ફેબ્રુઆરીથી ફરી નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જે ખેતી માટે ચિંતાનો વિષય છે.
ગુજરાતમાં ફરી માવઠાની આફત  હવામાન નિષ્ણાંત ambalal patel ની મોટી આગાહી
Advertisement
  • હવામાન નિષ્ણાંત Ambalal Patel  ની આગાહી
  • રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠું પડશે 
  • વેસ્ટર્ન ડિસ્ટબન્સથી વાતાવરણ પલટાયુ 
  • ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં વરસાદી છાંટા પડશે 

Ambalal Patel: આજથી ગુજરાતના અનેક જીલ્લાઓમાં વાતાવરણ પલટાયું છે. આ વચ્ચે પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel)  રાજ્યમાં માવઠાની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટબન્સ (Western Disturbance) સક્રિય થવાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદના છાંટા પડવાની આગાહી કરી છે.

Ambalal Patel: વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર અને વાતાવરણમાં પલટો

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક બદલાવ જોવા મળશે. આ સિસ્ટમની અસરને પગલે આજથી રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના (South Gujarat) ભાગોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) પડવાની શક્યતા છે. ખાસ કરીને સાબરકાંઠા (Sabarkantha), અરવલ્લી (Aravalli) અને પંચમહાલ (Panchmahal) જેવા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થશે.

Advertisement

Ambalal Patel: સૌરાષ્ટ્ર અને કચ્છની સ્થિતિ

માત્ર ઉત્તર કે મધ્ય ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના (Saurashtra) કેટલાક દરિયાકાંઠાના અને આંતરિક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ (Cloudy Weather) રહેશે. કચ્છના (Kutch) રણ વિસ્તાર અને તેની આસપાસના ભાગોમાં પણ હળવા પવનો સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે, જેના કારણે બપોરના સમયે ઉકળાટ અને ત્યારબાદ અચાનક વાદળો ઘેરાવાની શક્યતા છે.

Advertisement

27 ફેબ્રુઆરીથી બીજી સિસ્ટમ સક્રિય થશે

હવામાન નિષ્ણાંતે વધુમાં ચેતવણી આપી છે કે 27 ફેબ્રુઆરી (27th February) થી ફરી એકવાર નવું વેસ્ટર્ન ડિસ્ટબન્સ સક્રિય થઈ રહ્યું છે. આ બીજી સિસ્ટમ વધુ મજબૂત હોઈ શકે છે, જેના કારણે ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં રાજ્યમાં ફરી માવઠાની (Mavthu) શક્યતા રહેશે. જે રવિ પાક (Rabi Crop) જેવા કે ઘઉં, જીરું અને રાયડા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ  Banaskantha: ખેતરોમાં તૈયાર પાક અને આકાશમાં કાળા વાદળો, શું વરસાદ બગાડશે ખેડૂતોની સીઝન?

Tags :
Advertisement

.

×