Gujarat Weather Forecast : રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે કરી આગાહી
- રેડ એલર્ટ વચ્ચે ઉત્તર ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી છે
- ખેડાના મહેમદાવાદમાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો
- ભિલોડા અને કઠલાલમાં સાડા 3 ઈંચ વરસાદ સાથે કાંકરેજ, વઘઈ, પાટણ, નડિયાદમાં અઢી ઈંચ
Gujarat Weather Forecast : રેડ એલર્ટ વચ્ચે ઉત્તર ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. જેમાં ખેડાના મહેમદાવાદમાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ દસક્રોઈમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભિલોડા અને કઠલાલમાં સાડા 3 ઈંચ વરસાદ સાથે કાંકરેજ, વઘઈ, પાટણ, નડિયાદમાં અઢી ઈંચ વરસાદ છે. તથા વાંસદા, વડગામ, વાવળા, સુબીરમાં 2-2 ઈંચ અને માતર, સિદ્ધપુર, સુઈગામ, આહવામાં 2-2 ઈંચ સાથે મહુધા, દિયોદર, સરસ્વતીમાં પોણા 2 ઈંચ વરસાદ આવ્યો છે.
ખેડા, સુરેન્દ્રનગરમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી
ધોળકા, ઉમરેઠ, ખેરાલુ, વિસનગરમાં દોઢ ઈંચ તથા ઈડર, ખેડા, ગળતેશ્વર, પાલનપુરમાં દોઢ ઈંચ વરસાદ અને ડેસર, વડનગર, વડાલી, નેત્રંગમાં સવા 1 ઈંચ વરસાદ છે. ત્યારે સતલાસણા, ગોધરા, ધરમપુરમાં 1-1 ઈંચ વરસાદ અને ધાનેરા, હાંસોટ, ડોલવણમાં 1-1 ઈંચ વરસાદ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં બપોરના 1 વાગ્યા સુધી 9 જિલ્લામાં રેડ એલર્ટ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં રેડ એલર્ટ સઆથે સાબરકાંઠા, અરવલ્લી તથા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ ખેડા, સુરેન્દ્રનગરમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે
કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. તેમાં દિયોદર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ભારે વરસાદના કારણે દિયોદરના ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ સામલા, લુદરા, વખા, સુરાણા, રૈયા, જાડા, કોટડા, ભેંસાણા સહિતના ગામોમાં વરસાદ છે. ત્યારે સિદ્ધપુર શહેરમાં મોડી રાત્રીથી ઘોઘમાર વરસાદ શરૂ થયો છે.
ઘોઘમાર વરસાદ પડતા રસુલ તળાવ વિસ્તાર બેટમાં ફેરવાયો
ઘોઘમાર વરસાદ પડતા રસુલ તળાવ વિસ્તાર બેટમાં ફેરવાયો છે. રસુલ તળાવ વિસ્તારમાં વસવાટ કરતા લોકોનું જન જીવન ખોરવાયું છે. જેમાં લોકોના ઘરમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ભરાતા લોકોની ઘરવખરી પાણીમાં છે. આખી રાતથી લોકો પોતાનો સર સમાન બચાવાનો પ્રયાસ કરી રહ્યા છે. સિદ્ધપુરમાં 6 ઈંચ વરસાદ વચ્ચે તંત્ર સતર્ક થયુ છે.
આ પણ વાંચો: Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગરમાં 1 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યા ભરાયુ પાણી