Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Weather : રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં હિટવેવની આગાહી, જાણો ક્યા છે ગરમીનું રેડ એલર્ટ

ગાંધીનગરમાં તાપમાન 40°C (104°F) સુધી પહોંચવાની શક્યતા
gujarat weather   રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં હિટવેવની આગાહી  જાણો ક્યા છે ગરમીનું રેડ એલર્ટ
Advertisement
  • બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ
  • આવતીકાલથી ગરમીમાં થશે આંશિક રાહત
  • આવતીકાલથી તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો થશે ઘટાડો

Gujarat Weather : આજે, 13 માર્ચ 2025ના રોજ, ગાંધીનગરમાં તાપમાન 40°C (104°F) સુધી પહોંચવાની શક્યતા છે. આ તાપમાન ઉનાળાની તુલનામાં વધુ છે, તેથી લાંબા સમય સુધી બહાર રહેતા ડિહાઈડ્રેશન અને હીટ સ્ટ્રોક જેવી સમસ્યાઓ થઈ શકે છે. આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ તાપમાન હજુ પણ ઊંચું રહેશે. તેમજ રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

Advertisement

ગાંધીનગર, અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું

આજે કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં રેડ એલર્ટ તથા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ અને ગાંધીનગર, અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ છે. તથા આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત થશે. તેમજ આવતીકાલથી તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્ર અને કચ્છ ગરમ રહેશે. ખાસ કરીને મોરબી, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્ર નગર અને સુરતમાં હિટવેવની રેડ વૉર્નિંગ આપવામાં આવી છે. તથા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રાતના સમયે તાપમાન સામાન્ય કરતા 4.5 ડિગ્રી કરતા વધુ થવાની શક્યતા છે.

Advertisement

ગાંધીનગર, ડાંગ, દાહોદ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાનની શક્યતા

હવામાન વિભાગે અગાઉ બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને કચ્છ માટે 'ઓરેન્જ એલર્ટ'ની જાહેરાત કરી હતી. આ સાથે સાબરકાંઠા, પોરબંદર અને ભાવનગર જિલ્લા માટે 'યલો એલર્ટ'ની જાહેરાત કરી છે. આગામી એકથી બે દિવસ સુધી મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રીની રેન્જમાં રહેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે.

Advertisement

ગુરુવાર પછી પવનની દિશા બદલાવાથી ગરમીમાં થોડી રાહત મળી શકે છે

ગુરુવાર પછી પવનની દિશા બદલાવાથી ગરમીમાં થોડી રાહત મળી શકે છે. તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, મોરબી, પંચમહાલ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ વડોદરા, તાપી, રાજકોટ, નર્મદા, બોટાદ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તથા સુરત, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ડાંગ, દાહોદ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Rashifal 13 march 2025 : આ રાશિના લોકોને આજે શુભ યોગનો લાભ મળશે, જાણો તમારું રાશિફળ

Tags :
Advertisement

.

×