ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Weather News : ગુજરાતમાં વરસાદ મામલે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

કૃતિકા નક્ષત્રમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે
12:20 PM May 12, 2025 IST | SANJAY
કૃતિકા નક્ષત્રમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે
predicted storm with unseasonal winds - Gujarat

Gujarat Weather News : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં 12 અને 13 મે દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. તેમજ 15 થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે. કૃતિકા નક્ષત્રમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે. વરસાદ સાથે રાજ્યમાં પવનનું જોર પણ રહેશે. 25 મે થી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની શકે છે.

 

અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે

અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. તેમજ 28 મે થી 4 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે. 13 મે થી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસુ બેસી શકે છે. 28 મે થી 4 જૂન સુધી કેરળમાં ચોમાસુ પ્રવેશ કરી શકે છે. તથા રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે તેમાં ખેડૂતો માટે ચોમાસુ વહેલું આવવાનું રહેશે. ગુજરાતમાં 15 જૂન આસપાસ વરસાદ આવશે. 25 જૂનથી 5 જુલાઈ વચ્ચે વરસાદ આવશે તથા સપ્ટેમ્બરમાં પાછોતરો વરસાદ થશે. 13મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

ભારતના મોટા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા

ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેશે. પરંતુ 12થી 20 મેના આંધી-વંટોળનું પ્રમાણ વધશે. અરબ દેશમાંથી કાળી આંધીઓ ચડી આવશે અને ત્યારબાદ 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં હળવા પ્રકારનું વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, આ વખતે ચોમાસામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થશે. 13 મેથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ બનવાની શક્યતા રહેશે. આ અસરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે. 12 મે બાદ વાવાઝોડું બની શકે, હવે ધીરે ધીરે ભારતના મોટા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે.

આ પણ વાંચો: Stock Market : યુદ્ધવિરામ પછી શેરબજારમાં તેજી, સેન્સેક્સ 2200 પોઈન્ટ ઉછળ્યો

 

Tags :
ahmedabad gujarat newsAmbalal PatelGujaratGujarat FirstGujarati NewsGujarati Top NewsRain Gujarat todayTop Gujarati Newsweather news
Next Article