Gujarat Weather : માર્ચ મહિનાથી જ આકરા તાપની શરૂઆત, જાણો ક્યા છે ગરમીનું રેડ એલર્ટ
- 5 જિલ્લામાં વોર્મ નાઇટ, 19 જિલ્લામાં હીટવેવની આગાહી
- હવામાન વિભાગે 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું
- સુરત, રાજકોટ, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ
Gujarat : માર્ચ મહિનાથી જ આકરી ગરમીની શરૂઆત થઇ છે. જેમાં 5 જિલ્લામાં વોર્મ નાઇટ, 19 જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ સુરત, રાજકોટ, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ છે. તથા જૂનાગઢ અને પોરબંદરમાં પણ રેડ એલર્ટ જાહેર કર્યુ અને બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ છે.
અમદાવાદ, બોટાદ અને ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ
અમદાવાદ, બોટાદ અને ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ તથા અમરેલી, વડોદરા, નવસારી, તાપી, વલસાડમાં યલો એલર્ટ સાથે 2 દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીથી રાહત મળશે. ગુજરાતને માર્ચ 2025માં અણધારી હીટવેવની આગાહીનો સામનો કરવો પડી રહ્યો છે. દાહોદ જિલ્લામાં તો ગરમીનો પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો છે જ્યારે બાકીના અમદાવાદ અને સુરત જેવા મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધી ગયો છે. આજથી રાજ્યમાં બરાબરનો ઉનાળો જામશે. રાજ્યમાં આજથી કાળઝાળ ગરમીની શરૂઆત થઇ છે. તેથી આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો
સામાન્ય કરતા 5 થી 8 ડિગ્રી તાપમાન વધુ રહેશે. તેમજ આગામી 48 કલાક હિટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અમદાવાદમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. ગુજરાતના કુલ 14 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ડીસા 41.6, ગાંધીનગર 41.2, વલ્લભ વિદ્યાનગર 41.9, ભુજ 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સિવાય વડોદરામાં 41.2 ડિગ્રી તાપમાન, નલિયામાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 41.6 ડિગ્રી, પોરબંદરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 42.3 ડિગ્રી અને કેશોદમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.
આ પણ વાંચો: Ahmedabad : વસ્ત્રાપુર સુભાષ પાર્ક પાસે ગેસ ગળતરમાં એક વ્યક્તિનું મોત થયુ