ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Weather Update:ડિસેમ્બરના પ્રારંભે ઠંડી વધશે કે નહીં? જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતનાં તાપમાનમાં ઘટાડો અને વધારો થશે મધ્ય ભાગમાં ઠંડીનો અનુભવ થશે ડિસેમ્બરથી વાદળછાયું વાતાવરણ રહેશે Gujarat Weather Update :રાજ્યમાં નવેમ્બર મહિનામાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહ્યું છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થયો છે. જોકે નવેમ્બરના અંતમાં સવારે ગુલાબી...
08:22 AM Dec 01, 2024 IST | Hiren Dave
ગુજરાતનાં તાપમાનમાં ઘટાડો અને વધારો થશે મધ્ય ભાગમાં ઠંડીનો અનુભવ થશે ડિસેમ્બરથી વાદળછાયું વાતાવરણ રહેશે Gujarat Weather Update :રાજ્યમાં નવેમ્બર મહિનામાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહ્યું છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થયો છે. જોકે નવેમ્બરના અંતમાં સવારે ગુલાબી...
Gujarat winter

Gujarat Weather Update :રાજ્યમાં નવેમ્બર મહિનામાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહ્યું છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થયો છે. જોકે નવેમ્બરના અંતમાં સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ (cold forecast Gujarat weather)થઈ રહ્યો છે. ઉત્તર પૂર્વ-પૂર્વના પવન ફૂંકાવવાના કારણે વારંવાર તાપમાનમાં વધઘટ થઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવવાના કારણે તાપમાન ઊંચું છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં શીત લહેરની સંભાવના નથી ત્યારબાદ ઠંડક વર્તાશે.

ગુજરાતનાં તાપમાનમાં ઘટાડો અને વધારો થશે

હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે, ગુજરાતનાં તાપમાનમાં સામાન્ય ઘટાડો અને વધારો થશે. પરંતુ કોઈ મોટા ફેરફારોની શક્યતા હાલ જોવાઈ રહી નથી. આમ રાજ્યમાં હાલ જેવું વાતાવરણ છે તેવું આગામી દિવસોમાં પણ રહેવાની શક્યતાઓ છે.

આગામી સમયમાં હજી વધશે ઠંડી

ઠંડા પવનની આ અસર દિવસના તાપમાન પર પડી હતી. ગરમીમાં સવા બે ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતાં મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 27.5 થી 29.9 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. જેને લઇ સૂર્યાસ્ત બાદ વાતાવરણ ઝડપથી ઠંડુ થયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહી શકે છે. ત્યાર બાદ 4 ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં પૂર્વના પવન ફૂંકાવાની શક્યતા હોઇ ઠંડીનું પ્રમાણ 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે.

આ પણ  વાંચો -Rape Case: આખરે આણંદ પોલીસે આરોપી દિપુ પ્રજાપતિને ઝડપી લીધો

ડિસેમ્બરથી વાદળછાયું વાતાવરણ રહેશે

તો બીજી બાજુ હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં 'ફેંગલ' વાવાઝોડું સક્રિય છે. બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના સિસ્ટમને કારણે 4થી 8 ડિસેમ્બર આસપાસ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં રાજ્યમાં કોઈ શીત લહેરની સંભાવના નથી. તેમ છતાં ઉત્તર ગુજરાતના ભાગોમાં 12 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા રહેશે. 4 ડિસેમ્બરથી વાદળછાયું વાતાવરણ રહેશે. 8થી 10 ડિસેમ્બર વચ્ચે લઘુત્તમ તાપમાન 13થી 16 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે

આ પણ  વાંચો -અમદાવાદ એરપોર્ટથી ધોરડો માટે STની વોલ્વો બસનો પ્રારંભ

વિવિધ શહેરના લઘુત્તમ તાપમાનના આંકડા

હવામાન વિભાગે વિવિધ શહેરના લઘુત્તમ તાપમાનના આંકડા જણાવ્યા છે. જે પ્રમાણે, નર્મદામાં 9, ડાંગમાં 11, દાહોદમાં 12.6, નલિયામાં 13, વડોદરામાં 13.2, ડીસામાં 13.5, પોરબંદરમાં 14.6, જામનગરમાં 15.8, રાજકોટમાં 15, અમદાવાદમાં 16, ભુજમાં 16.5, ભાવનગરમાં 17.5, સુરતમાં 19, વેરાવળમાં 18.2 લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

Tags :
cold forecast Gujarat weathercold in Gujaratdecember first week Gujarat weatehrGujarat NewsGujarat today's newsgujarat weatherGujarat Weather ReportGujarat WinterIMD-Forecastwinter forecast
Next Article