ભારત-યુએસ ટ્રેડ એગ્રીમેન્ટથી ગુજરાતને મોટો લાભ : CM ભૂપેન્દ્રભાઈનું નિવેદન
- ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ( India America Trade Deal) પર CM ભૂપેન્દ્રભાઈ પટેલની (CM Bhupendrbhai Patel) પ્રતિક્રિયા : “નવા ભારતની શક્તિનો વિશ્વને પરિચય મળ્યો”
- “Made in Indiaને નવી ઊંચાઈ મળશે”: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર મુખ્યમંત્રીની પ્રશંસા
- MSME, નિકાસકારો અને સ્ટાર્ટઅપ્સ માટે નવા દ્વાર ખુલશે : CM ભૂપેન્દ્ર પટેલ
- ભારત-અમેરિકા ઐતિહાસિક ટ્રેડ ડીલ : ગુજરાતના ટેક્સટાઈલ-ફાર્મા-જ્વેલરીને પ્રોત્સાહન મળશે
India America Trade Deal : ભારત અને અમેરિકા વચ્ચે થયેલા નવા વેપાર કરાર (ટ્રેડ ડીલ)ને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrbhai Patel) મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કરીને પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. આ સાથે જ આ ડિલથી દેશ અને રાજ્યના થનારા ફાયદાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે આ ઐતિહાસિક કરારને બે દેશોના નાગરિકોના હિતમાં અને નવી તકોના સર્જનનું મહત્વનું પગલું ગણાવ્યું છે. આ સાથે જ તેમણે પીએમ નરેન્દ્રભાઈ મોદીનો (PM Narendrabhai Modi) ડિલ કરાવવા બદલ દિલથી આભાર માન્યો છે.
નાગરિકોના હિતમાં નિર્ણય
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, “આ ટ્રેડ ડીલ માત્ર ઉદ્યોગો સુધી મર્યાદિત નથી. આ ડીલ બે મોટી અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં છે અને નવી તકોના સર્જન માટેની છે. વિશ્વની બે સૌથી મોટી લોકશાહી એકસાથે મળીને આગળ વધશે, જેથી સાચા અર્થમાં વિશ્વ કલ્યાણની ભાવના ચરિતાર્થ થશે.”
Make in India નું વિઝન બનશે મજબૂત
CM ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે આ કરારથી દ્વિપક્ષીય સંબંધોમાં નવો અધ્યાય શરૂ થશે. આ ડીલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના “Make in India – Made for the World”ના વિઝનને મજબૂત બનાવશે.
આદરણીય વડાપ્રધાન શ્રી @NarendraModi જી ના નેતૃત્વમાં ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ એ વિશ્વને નવા ભારતની શક્તિનો પરિચય છે.
આ ડીલ માત્ર ઉદ્યોગ પૂરતી સીમિત નથી, પરંતુ બે મોટી અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં અને નવી તકોના સર્જન માટેની ડીલ છે.
આ ડીલના પરિણામે Made In India… pic.twitter.com/Nwerrry5A9
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 4, 2026
ઉત્પાદન ક્ષેત્રને મોટો લાભ
ખાસ ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, અમેરિકામાં ભારતીય ઉત્પાદનો પર ટેરિફ 18 ટકા થવાથી ઉત્પાદન ક્ષેત્રને મોટો લાભ મળશે. MSME, નિકાસકારો અને રોજગાર સર્જનને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે. ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે વૈશ્વિક બજારના નવા દ્વાર ખુલશે. ભારતની ગ્લોબલ ઇકોનોમિક પ્રેઝન્સ વધુ મજબૂત થશે.
India America Trade Deal માં ગુજરાત અગ્રેસર
ગુજરાત વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ તરીકે જાણીતું છે. ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ, પેટ્રોલિયમ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ક્ષેત્રોમાં ગુજરાત અગ્રેસર છે. આ ટ્રેડ ડીલથી આ તમામ સેક્ટર્સના ઉત્પાદનોના એક્સપોર્ટને મોટું પ્રોત્સાહન મળશે અને ગુજરાતના MSME તેમજ વેપાર-ઉદ્યોગને સીધો લાભ થશે.
આ ઐતિહાસિક દ્વિપક્ષીય વ્યાપાર કરાર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના તમામ નાગરિકો વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
આ પણ વાંચો-ગુજરાત સરકારનો મોટો નિર્ણય : 1 એપ્રિલથી જાતિ-આવક પ્રમાણપત્રો મળશે ઓનલાઈન


