Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Winter : રાજયમાં કાતિલ ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા, હવામાન વિભાગે કરી આ આગાહી

અગામી દિવોસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે.
gujarat winter   રાજયમાં કાતિલ ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા  હવામાન વિભાગે કરી આ આગાહી
Advertisement
  1. રાજ્યમાં કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા (Gujarat Winter)
  2. અમદાવાદમાં વહેલી સવારથી તેજ ગતિનાં પવનો ફૂંકાતા ઠંડી વધી
  3. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી

Gujarat Winter : રાજ્યમાં તેજ ગતિનાં પવનો ફૂંકાતા ઠંડી કહેર વર્તાવી રહી છે. સવારે અને રાતે ઠંડા પવનોનાં કારણે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આજે સવારે અમદાવાદમાં (Ahmedabad) ઠંડીનો પારો 13 નજીક ડિગ્રી સુધી પહોંચ્યો છે. જ્યારે, કચ્છમાં ઠંડીનું જોર વધતા રોડ-રસ્તા સુમસામ થયા છે. લોકો ગરમ પાણી અને તાપણીનાં સહારે થયા છે. આગામી દિવસોમાં ભારે ઠંડીની હવામાન વિભાગની આગાહી કરી છે.

આ પણ વાંચો - Bhavnagar: ભાવનગર રેન્જ IGનું સરપ્રાઈઝ ચેકિંગ, નિષ્ઠાવાન પોલીસ કર્મીની કામગીરીને બિરદાવી

Advertisement

લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાંની શક્યતા

રાજ્યમાં લોકો હાડ થીજવતી ઠંડીનો હાલ અનુભવ કરી રહ્યા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. તેજ ગતિનાં પવનને લીધે રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર, અગામી દિવોસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં (Kutch) કોલ્ડવેવની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. અમદાવાદની વાત કરીએ તો આજે વહેલી સવારથી તેજ ગતિનાં ઠંડા પવનને લીધે લોકો ઠુંઠવાયા છે. લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સુધી પહોંચ્યું છે. જ્યારે કચ્છમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે.

Advertisement

આ પણ વાંચો - વિશ્વઉમિયાધામ : અમદાવાદ દ્વારા ગુજરાતના 5 શહેરમાં VPL-3 નું આયોજન

લોકો ગરમ કપડાં, પાણી, કસરત, યોગ, આયુર્વેદિક પીણાંનાં સહારે

કાતિલ ઠંડીનાં કારણે લોકો ગરમ કપડાં, પાણી, કસરત, યોગ, આયુર્વેદિક પીણાં અને તાપણીનાં સહારે થયા છે. હવામાન વિભાગની આગાહી છે કે આવનારા દિવસોમાં વધુ ઠંડી પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રનાં (Saurashtra) મોટાભાગનાં શહેરોમાં પારો 10 ડિગ્રી નીચે જઈ શકે છે. આગામી દિવસોમાં નલિયામાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ સેવાઈ છે. માઉન્ટ આબુની વાત કરીએ તો ત્યાં સતત 5 માં દિવસે ગાડીઓ પર બરફની ચાદર જામી છે. પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ઘાસ પર બરફની ચાદર છવાઈ છે. તાપમાન માઇનસમાં બોલાઈ રહ્યું છે. કડકડતી ઠંડીનાં કારણે માઉન્ટ આબુમાં જનજીવન પ્રભાવિત થયું છે.

આ પણ વાંચો - Rajkot: વધુ એક સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાયો, પ્રમાણપત્ર આપવા માંગી હતી લાંચ

Tags :
Advertisement

.

×