ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat : વડોદરામાં સમરસ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યા કીડા

વિદ્યાર્થીઓએ જમવાનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો છે
07:27 AM Feb 19, 2025 IST | SANJAY
વિદ્યાર્થીઓએ જમવાનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો છે
Samaras Hostel, Vadodara @ Gujarat First

વડોદરામાં સમરસ હોસ્ટેલના ભોજનમાં કીડા નીકળ્યા છે. વારંવાર ભોજનમાંથી જીવાત નીકડવાની રાવ સામે આવી છે. ભોજનમાંથી કીડો નીકડતા વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા હતા. તેમજ વિદ્યાર્થીઓએ જમવાનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો છે. શહેરમાં અભ્યાસ કરવા બહારથી આવતા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા સમરસ હોસ્ટેલ બનાવી છે.

હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો

ઉલ્લેખનીય છે કે સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતો હોય છે. વિદ્યાર્થીઓના જમવામાંથી વારંવાર ઇયળ, વંદા, માખી જેવા જીવજંતુઓ નીકળતાવી હોવાની ફરિયાદ સામે આવતી રહે છે. અનેક વાર વિધાર્થીઓ દ્વારા તંત્રને આ અંગે રજૂઆત કરી હોવા છતાં સમસ્યા વકરી રહી છે ત્યારે આખરે વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નિકળ્યો છે. જેમાં સમા ઐયપ્પા ખાતે આવેલી સમરસ હોસ્ટેલના વિદ્યાર્થી જમવા બેઠા તે સમયે જ જમવામાંથી જીવાત નીકળતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા અને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ જમવાનો બહિષ્કાર કરી વિરોધ પ્રદર્શન કરવા હોસ્ટેલમાં એકત્ર થયા હતા.

સમા ઐયપા ખાતે આવેલી આ સમરસ હોસ્ટેલના 400થી વધુ વિદ્યાર્થીઓ

આ અંગે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ જાણવ્યું હતું કે, સમા ઐયપા ખાતે આવેલી આ સમરસ હોસ્ટેલના 400થી વધુ વિદ્યાર્થીઓ છે અને જમવામાંથી જે જીવાત નીકળી છે તે પહેલી વાર નથી નીકળી. હોસ્ટેલમાં આપવામાં આવતું ભોજન ગુણવતા વિનાનું અને ફિક્કું હોય છે. આ ઉપરાંત એક મહિનાથી વધુ સમયથી પાણી સમય પર આવતું નથી. પ્રાથમિક જરૂરિયાત પાણી અને ભોજન છે તે પણ વિદ્યાર્થીઓને સમય પર મળતું નથી. જયાં સુધી મેનેજમેન્ટ અહીં નહિ આવે ત્યાં સુધી અમે વિરોધ પ્રદર્શન યથાવત રાખીશું તેમ વિદ્યાર્થીઓએ જણાવ્યું છે.

આ પણ વાંચો: Delhi New CM: દિલ્હીના નવા મુખ્યમંત્રીની આજે જાહેરાત થશે, જાણો કોના નામની ચર્ચા

 

Tags :
GujaratGujarat FirstGujarati NewsGujarati Top NewsSamaras hostelTop Gujarati NewsVadodara Gujarat News
Next Article