ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarati Top News : આજે 13 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજે રાજ્યમાં વધુ એક મહત્વની જાહેર પરીક્ષા યોજાશે જેમાં બિન હથિયારી PSIની 472 જગ્યા માટે લેખિત પરીક્ષા થશે
07:12 AM Apr 13, 2025 IST | SANJAY
આજે રાજ્યમાં વધુ એક મહત્વની જાહેર પરીક્ષા યોજાશે જેમાં બિન હથિયારી PSIની 472 જગ્યા માટે લેખિત પરીક્ષા થશે
Gujarat today

આજે 13 એપ્રિલ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આજે 13 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. આજે રાજ્યમાં વધુ એક મહત્વની જાહેર પરીક્ષા યોજાશે. જેમાં બિન હથિયારી PSIની 472 જગ્યા માટે લેખિત પરીક્ષા થશે તથા સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાતથી ચકચાર મચી છે. પરિવારના પાંચ સભ્યોએ અગમ્ય કારણોસર દવા ગટગટાવી તેમજ આજે BZના રોકાણકારોની સમર્થકોએ બેઠક બોલાવી છે. જેમાં રોકાણકારો અને સમર્થકો ગ્રોમોર કેમ્પસ ખાતે ઉપસ્થિત રહેશે અને સુરતમાં જૈન સમાજના મૂનિ દુષ્કર્મ કેસ મામલે વિસ્તૃત માહિતી પ્રજા સુધી જાહેર કરવા આયોજન કરવામાં આવ્યું સહિતના વિવિધ સમાચાર જાણવા જોતા રહ્યો https://www.gujaratfirst.com/

આજે રાજ્યમાં વધુ એક મહત્વની જાહેર પરીક્ષા યોજાશે

આજે રાજ્યમાં વધુ એક મહત્વની જાહેર પરીક્ષા યોજાશે. જેમાં બિન હથિયારી PSIની 472 જગ્યા માટે લેખિત પરીક્ષા થશે. અમદાવાદ, વડોદરા અને સુરતમાં 340 શાળાઓમાં પરીક્ષા લેવામાં આવશે. 472 જગ્યા માટે 1.2 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. અમદાવાદ શહેરમાં 30,000થી વધારે ઉમેદવારો પરીક્ષા આપશે. તથા 8 હજારથી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ કામગીરીમાં જોડાયા છે.

સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાતથી ચકચાર

સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાતથી ચકચાર મચી છે. પરિવારના પાંચ સભ્યોએ અગમ્ય કારણોસર દવા ગટગટાવી છે. પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ દવા ગટગટાવતા હડકંપ મચ્યો છે. સારવાર દરમિયાન સગર પરિવારના મોભીનું મોત નીપજ્યુ હતું.
ઝેરી દવાના પગલે પરિવારના સભ્યોની હાલત ગંભીર છે. બે પુત્રો સહિત માતા હજુ પણ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. તમામને સારવાર અર્થે હિંમતનગર હોસ્પિટલમાં ખસેડાયા છે. બીજી તરફ સામૂહિક આપઘાતનું કારણ અકબંધ છે.

આજે BZના રોકાણકારોની સમર્થકોએ બોલાવી બેઠક

આજે BZના રોકાણકારોની સમર્થકોએ બેઠક બોલાવી છે. જેમાં રોકાણકારો અને સમર્થકો ગ્રોમોર કેમ્પસ ખાતે ઉપસ્થિત રહેશે. એક તરફ ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાં બંધ છે. બીજી બાજુ સમર્થકો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવાના પ્રયાસ થઇ રહ્યાં છે. સમર્થકો રોકાણકારોનો ઉભરો બહાર ના આવે એ માટે નવા નવા કાર્યક્રમો કરવાનો પ્રયાસ કરે છે.

સુરતમાં જૈન સમાજના મૂનિ દુષ્કર્મ કેસનો મામલો

સુરતમાં જૈન સમાજના મૂનિ દુષ્કર્મ કેસ મામલે વિસ્તૃત માહિતી પ્રજા સુધી જાહેર કરવા આયોજન કરવામાં આવ્યું છે. ફોટા વાયરલ થતા જૈન સમાજમાં મોટો વિવાદ થયો છે. સાધુ વેશ ઉતારી ફરી સંસારમાં લાવવાની માગ છે. બોગસ ફોરેન્સિક રિપોર્ટ ચંદ્ર સાગર દ્વારા જાહેર કર્યા હતા. તેમજ ગાંધીનગર ફોરેન્સિક લેબનો રિપોર્ટ આવી ચૂક્યો છે. જેમાં જૈન સંઘો દ્વારા સાગર ચંદ્રનો બહિષ્કાર કરવાની માગણી કરવામાં આવી છે.

જૂનાગઢમાં પ્રદેશ કક્ષાના કાર્યકર્તા મહાસંમેલનનું આયોજન

આજે આપ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી ગુલાબસિંગ યાદવ, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, વિસાવદર ખાતે હાજર રહેશે. જેમાં વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી આપ પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં પ્રદેશ કક્ષાના કાર્યકર્તા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Rashifal 13 April 2025: આજે આ રાશિઓ માટે લકી દિવસ, વસુમતી યોગથી થશે મોટા ફાયદો

Tags :
ahmedabad gujarat newsGujarat FirstGujarat todayGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article