ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarati Top News : આજે 30 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

અમદાવાદમાં ઓપરેશન 'ચંડોળા તળાવ ક્લીન' યથાવત્ છે. જેમાં સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાલુ
07:20 AM Apr 30, 2025 IST | SANJAY
અમદાવાદમાં ઓપરેશન 'ચંડોળા તળાવ ક્લીન' યથાવત્ છે. જેમાં સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાલુ
Gujarat today, Ahmedabad Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

આજે 30 એપ્રિલ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આજે 30 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. અમદાવાદમાં ઓપરેશન 'ચંડોળા તળાવ ક્લીન' યથાવત્ છે. જેમાં સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાલુ છે. ગઇકાલે સવારે 8થી સાંજે 6 સુધી 60 ટકા કામગીરી પૂર્ણ કરાઇ તથા આજે બપોરથી અંબાજી મંદિરમાં વિશેષ આરતી શરૂ થશે. વૈશાખ સુદ ત્રીજથી અષાઢ સુદ એકમ સુધી આરતી શરૂ થશે તેમજ વડાલ ચોકી વચ્ચેની ઘટનામાં ખાનગી બસે પલટી મારી છે. જેમાં બસ અમદાવાદથી કોડીનાર જતી હતી તથા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. જેમાં અમદાવાદમાં ડિમોલિશન કામગીરીની માહિતી અપાશે.

અમદાવાદમાં ઓપરેશન 'ચંડોળા તળાવ ક્લીન' યથાવત્

અમદાવાદમાં ઓપરેશન 'ચંડોળા તળાવ ક્લીન' યથાવત્ છે. જેમાં સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાલુ છે. ગઇકાલે સવારે 8થી સાંજે 6 સુધી 60 ટકા કામગીરી પૂર્ણ કરાઇ છે. બાકી રહેલા ગેરકાયદે બાંધકામો પણ દૂર કરવામાં આવશે. ડિમોલિશનની કામગીરીને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ગેરકાયદે બાંધકામો દૂર કરી 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે.

આજે બપોરથી અંબાજી મંદિરમાં વિશેષ આરતી શરૂ થશે

આજે બપોરથી અંબાજી મંદિરમાં વિશેષ આરતી શરૂ થશે. વૈશાખ સુદ ત્રીજથી અષાઢ સુદ એકમ સુધી આરતી શરૂ થશે. સરસ્વતીનદીના જળ દ્વારા વિસાયંત્રને સ્નાન કરાવવાશે. સૂર્યનારાયણનો પ્રકાશ માતાજીની મૂર્તિ પર પાડવામાં આવશે. ત્યારબાદ અંબાજી મંદિરમાં બપોરની આરતી શરૂ થશે. ઉનાળામાં ગર્ભગૃહમા ચાંદીનો પંખો પણ લગાવવામાં આવે છે. તથા 2 મહિના સુધી કોઈપણ અન્નકૂટ ધરાવવામાં આવશે નહીં.

વડાલ ચોકી વચ્ચેની ઘટનામાં ખાનગી બસે પલટી મારી

વડાલ ચોકી વચ્ચેની ઘટનામાં ખાનગી બસે પલટી મારી છે. જેમાં બસ અમદાવાદથી કોડીનાર જતી હતી. વહેલી સવારે દુર્ઘટના બની હતી. તેમાં પંદર લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. તથા તમામને જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કોઈ મોટી જાનહાનિ નથી. તથા એક્સિડન્ટ થતા ડ્રાઈવર અને ક્લીનર ફરાર થયા છે. તેમજ ડિવાઇડર પર બસ ચડી જતા પલટી ખાઇ ગઈ હોવાનું મુસાફરોએ જણાવ્યું છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. જેમાં અમદાવાદમાં ડિમોલિશન કામગીરીની માહિતી અપાશે. ઘૂસણખોરોને પકડી પાડવાની કામગીરીની સમીક્ષા થશે. ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી મુદ્દે પણ ચર્ચા થશે. ઉનાળામાં સિંચાઈનું પાણી આપવા માટેની પણ ચર્ચા થશે. તથા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંગે ચર્ચા કરાશે. ઉજવણીના આયોજનની કેબિનેટની બેઠકમાં સમીક્ષા કરાશે. પંચમહાલના ગોધરા ખાતે સ્થાપના દિવસની ઉજવણી થશે.

નશીલા દ્રવ્યોની આંતરરાષ્ટ્રીય હેરફેરને DRIનો મોટો ફટકો

નશીલા દ્રવ્યોની આંતરરાષ્ટ્રીય હેરફેરને DRIનો મોટો ફટકો. અમદાવાદ એરપોર્ટ પરથી 37.20 કરોડનો ગાંજો ઝડપાયો છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો છે. બેંગકોકથી આવેલા ચાર ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. 10 દિવસની અંદર જ એરપોર્ટ પર આવી બીજી કાર્યવાહી છે. 20 એપ્રિલે 17.5 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલો કુલ જથ્થો હવે 55 કિલોગ્રામથી વધુ થયો છે.

આ પણ વાંચો: Akshaya Tritiya Rashifal : અક્ષય તૃતીયા પર લક્ષ્મી નારાયણ યોગના કારણે આ રાશિના લોકો ધનવાન બનશે, વ્યવસાયમાં થશે મોટી કમાણી

Tags :
ahmedabad gujarat newsGujarat FirstGujarat todayGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article