Gujarati Top News : આજે 6 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 6 એપ્રિલ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે 6 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. રામનવમી તેમજ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ભવ્ય રેલી યોજાશે તથા ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઇ છે. જેમાં સરસપુરમાં આજે મામેરાના યજમાન માટેનો ડ્રો યોજાશે તેમજ માધવપુરના રાષ્ટ્રીયકક્ષાના લગ્નમેળાનો આજથી પ્રારંભ થશે. માધવપુર ઘેડ લગ્નમેળાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થશે.
રામનવમી તેમજ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી
રામનવમી તેમજ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ભવ્ય રેલી યોજાશે. તેમાં ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા રેલીનું આયોજન કરાયું છે. જોધપુર ગામના રામ મંદિરથી રેલીની શરૂઆત થશે. જેમાં કાર્યકર્તાઓના ઘરે જઈને ભાજપનો ઝંડો લહેરાવશે તેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તેમજ હોદ્દેદારો જોડાશે.
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઇ છે. જેમાં સરસપુરમાં આજે મામેરાના યજમાન માટેનો ડ્રો યોજાશે. તેમજ સવારે 10 કલાકે સરસપુર રણછોડજી મંદિરે ડ્રો યોજાશે. અમદાવાદમાં 148મી રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ ભવ્ય રથ પર સવાર થઇ નીકળશે. રથયાત્રા દરમિયાન શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળે છે. તેમજ ભક્તોની ભીડ ઉમટી પડે છે અને ઠેર-ઠેર જય જગન્નાથનો નાદ સંભળાય છે.
માધવપુરના રાષ્ટ્રીયકક્ષાના લગ્નમેળાનો આજથી થશે પ્રારંભ
માધવપુરના રાષ્ટ્રીયકક્ષાના લગ્નમેળાનો આજથી પ્રારંભ થશે. માધવપુર ઘેડ લગ્નમેળાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થશે. મેળામાં દરરોજ કલાકારો દ્વારા સાંજે ડાયરાઓ યોજાશે. 1600 કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરાશે. ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમિણીજીના વિવાહનો ઉત્સવ છે.
દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય અમદાવાદ પ્રવાસે
દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય અમદાવાદ પ્રવાસે છે. જેમાં સ્વામી સદાનંદ સરસ્વતીજી ષષ્ઠીપૂર્તિ ઉજવણીમાં હાજરી આપશે. તથા રામનવમી નિમિત્તે આશીર્વચન અને દર્શન લાભ પ્રદાન કરશે. અમદાવાદમાં ભરતભાઈ પોપટની ષષ્ઠીપૂર્તિ ઉજવણી સમારોહ છે. ભરતભાઈ પોપટ ઇન્ડિયા બિઝનેસ પેજીસના સ્થાપક અધ્યક્ષ છે. તેમજ ઉજવણીના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત મહાનુભાવો પણ હાજર રહેશે.
મહેસાણા શક્તિપીઠ બહુચરાજીમા ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ
મહેસાણા શક્તિપીઠ બહુચરાજીમા ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ છે. ચૈત્રી નવરાત્રી એટલે ઉપાસના અને આરાધનાના પર્વમાં માતાજીની મહાઆરતીનું પણ આયોજન કરાયું છે. ભૂદેવો દ્વારા ગંગા આરતીની જેમ મહાઆરતીથી માતાજીની આરાધના કરાઇ છે. ચૈત્રી નવરાત્રીમાં માતાજીની આઠમને લઈ મંદિરમાં અનેરો ઉત્સવ જોવા મળ્યો છે. મા બહુચરની આઠમની સાહિસવારી નિજ મંદિરથી નીકળી નગરચર્યા કરી છે. માતાજીને રાત્રે 12 કલાકે નવખંડ પલ્લીનો ભોગ ધરાવાયો છે. આજે નવખંડ પલ્લીમાં જવારા સહિત વિવિધ પ્રસાદ માતાજીને ધરાવાયો છે. બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ત્રી દિવસીય ભાતીગળ મેળાનું પણ આયોજન કરાયું છે. તેમાં 10 થી 12 એપ્રિલ દરમિયાન ભાતીગળ મેળાનું આયોજન છે.
આ પણ વાંચો: Rashifal 6 April 2025: રવિવારે રામ નવમી પર રવિ પુષ્ય યોગ રચાશે, આ રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ


