ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarati Top News : આજે 10 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજે 10 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - : Gujarat : આગામી 7 દિવસ સામાન્ય વરસાદની હવામાનની આગાહી છે. જેમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે તથા આજે ભાજપ દેશવ્યાપી તિરંગા યાત્રા કાઢશે. તથા યુદ્ધ નાયકો અને શહીદોના પરિવારોનું...
07:10 AM Aug 10, 2025 IST | SANJAY
આજે 10 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - : Gujarat : આગામી 7 દિવસ સામાન્ય વરસાદની હવામાનની આગાહી છે. જેમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે તથા આજે ભાજપ દેશવ્યાપી તિરંગા યાત્રા કાઢશે. તથા યુદ્ધ નાયકો અને શહીદોના પરિવારોનું...
Gujarat, Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

આજે 10 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આગામી 7 દિવસ સામાન્ય વરસાદની હવામાનની આગાહી છે. જેમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે તથા આજે ભાજપ દેશવ્યાપી તિરંગા યાત્રા કાઢશે. તથા યુદ્ધ નાયકો અને શહીદોના પરિવારોનું સન્માન કરશે તેમજ આજે સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આયોજન થશે તથા આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે. જેમાં રાજયકક્ષાની ઉજવણી ભાણવડના ટીંબડી ખાતે કરાશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

આગામી 7 દિવસ સામાન્ય વરસાદની હવામાનની આગાહી

આગામી 7 દિવસ સામાન્ય વરસાદની હવામાનની આગાહી છે. જેમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે. તથા આગામી 15 થી 21 ઓગસ્ટ વરસાદનું જોર વધવાની શક્યતા છે. તેમજ અમદાવાદ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદનું પ્રમાણ સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે.

આજે ભાજપ દેશવ્યાપી તિરંગા યાત્રા કાઢશે

આજે ભાજપ દેશવ્યાપી તિરંગા યાત્રા કાઢશે. તથા યુદ્ધ નાયકો અને શહીદોના પરિવારોનું સન્માન કરશે. છેલ્લા ત્રણ મહિનામાં ભાજપની આ બીજી તિરંગા યાત્રા છે. 13થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવાશે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.

આજે સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું

આજે સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આયોજન થશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તિરંગા યાત્રામાં હાજર રહેશે. તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહે તેવી શક્યતા છે. વાય જંક્શનથી લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રા યોજાશે. યાત્રામાં વિવિધ રાજ્યના લોકો અને સેલિબ્રેટી હાજર રહેશે. અંદાજે ત્રણ લાખ જેટલા તિરંગાના વિતરણની વ્યવસ્થા કરાઈ છે. તિરંગા યાત્રાને લઈ બે કિલોમીટર સુધીનો રૂટ શણગારાયો છે.

આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે

આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે. જેમાં રાજયકક્ષાની ઉજવણી ભાણવડના ટીંબડી ખાતે કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરાશે. ટીંબડી ખાતે રાજ્યકક્ષાના ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરાશે. સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં વસવાટ કરતાં એશિયાઈ સિંહ એ રાજ્યના ગૌરવ સમાન છે. એશિયાઇ સિંહ દેશમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના અંદાજે 11 જિલ્લાઓમાં કુદરતી વાતાવરણમાં મુક્ત રીતે વિહરતા જોવા મળે છે. વન વિભાગના ઉપક્રમે સૌરાષ્ટ્રના જૂનાગઢ,ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ,મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે.

આ પણ વાંચો: Rashifal 10 August 2025 : આજે રચાતા વાશી યોગમાં આ રાશિના જાતકોને મળશે પ્રગતિ અને ઉન્નતિની તક

Tags :
GujaratGujarat FirstGujarat NewsGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article