Gujarati Top News : આજે 3 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 3 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : દેશભરમાં આજે NEET PGની પરીક્ષા યોજાશે. જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે પ્રવેશ પરીક્ષા લેવાય છે તથા ફેડરેશન ઓફ એકેડેમીક એસો.ના શિક્ષણવિદોની બેઠક યોજાશે તેમજ ભરૂચમાં નર્મદા નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરાયું તથા મહેસાણા અર્બન બેંકની આજે ચૂંટણી યોજાશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
દેશભરમાં આજે NEET PGની પરીક્ષા યોજાશે
દેશભરમાં આજે NEET PGની પરીક્ષા યોજાશે. જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે પ્રવેશ પરીક્ષા લેવાય છે. પરીક્ષા ઓનલાઇન પદ્ધતિ થકી સિંગલ સેશનમાં યોજાશે. સવારે 9:00 વાગ્યાથી લઈને 12:30 સુધી પરીક્ષા યોજાશે. તેમજ રાજ્યમાંથી અંદાજિત 50,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ફેડરેશન ઓફ એકેડેમીક એસો.ના શિક્ષણવિદોની બેઠક યોજાશે
ફેડરેશન ઓફ એકેડેમીક એસો.ના શિક્ષણવિદોની બેઠક યોજાશે. જેમાં શિક્ષણમાં વિવિધ બદીને દૂર કરવા આક્રમક રણનીતિ ઘડશે. ગેરકાયદે ટ્યુશન, ગેરકાયદે ડે સ્કૂલ બંધ કરાવવા લડત આપશે તથા સમગ્ર ગુજરાતના શિક્ષણવિદો એકઠા થઈ લડત આપશે.
ભરૂચમાં નર્મદા નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરાયું
ભરૂચમાં નર્મદા નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરાયું છે. ભક્તિમય માહોલમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે. મકતમપુર પોસ્ટ ફળિયા નજીક નર્મદા કાંઠે વિસર્જન કરાયું છે. ડેમમાંથી પાણી નદીમાં છોડાયું છતા ભક્તોએ વિસર્જન કર્યું છે. રાત્રે ભરૂચમાં દશામાતાજીની વિસર્જન યાત્રાઓ નીકળી હતી. જેમાં દશામાની ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના બાદ વિસર્જન કરાયું છે.
ભરૂચની નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો
ભરૂચની નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. જેમાં નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટે પહોંચી છે. ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. તેમાં નદી કિનારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
મહેસાણા અર્બન બેંકની આજે ચૂંટણી યોજાશે
મહેસાણા અર્બન બેંકની આજે ચૂંટણી યોજાશે. જેમાં અર્બન બેંકની કુલ 57 બ્રાન્ચોમાં મતદાન યોજાશે. તથા કુલ 150 મતદાન મથક પર મતદાન યોજાશે. ગુજરાતની 55 અને મુંબઈની 2 બ્રાન્ચના મતદારો મતદાન કરશે. અર્બન બેંકના કુલ 1,07,762 મતદારો મતદાન કરશે. જેમાં કુલ 750 કર્મચારી ચૂંટણી કામગીરીમાં જોડાશે.