Gujarat News : આજે 1 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
- આજે 1 ડિસેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે રેતી ખનન સામે કાર્યવાહી થઇ છે. જેમાં ચોટીલા-જસદણ હાઇવે પરથી વાહનો ઝડપાયા છે તથા જૂનાગઢમાં રસ્તાના કામને લઈને લોકોએ હોબાળો કર્યો છે. તેમાં નવા નાગરવાડા વિસ્તારના લોકો રોડ પર ઉતર્યો છે તેમજ બોટાદમાં આજથી CCI દ્વારા કપાસની ખરીદી શરૂ થશે. તેમજ બોટાદમાં કુલ 12 કેન્દ્રો પર કપાસની ખરીદી કરાશે તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે વડોદરાના પ્રવાસે છે. જેમાં વડોદરા ખાતે યુનિટી માર્ચમાં હર્ષભાઈ સંઘવી જોડાશે તથા સુરેન્દ્રનગરમાં ગેરકાયદે રેતી ખનન સામે કાર્યવાહી થઇ છે. જેમાં ચોટીલા-જસદણ હાઇવે પરથી વાહનો ઝડપાયા જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
બોટાદમાં આજથી CCI દ્વારા કપાસની ખરીદી શરૂ થશે
બોટાદમાં આજથી CCI દ્વારા કપાસની ખરીદી શરૂ થશે. તેમજ બોટાદમાં કુલ 12 કેન્દ્રો પર કપાસની ખરીદી કરાશે. તથા CCI દ્વારા 1632ના ભાવથી કપાસની ખરીદી કરાશે. બોટાદ યાર્ડ ખાતે ખેડૂતો કપાસ વેચવા ઉમટી પડશે.
કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું આજે પાટણમાં આગમન થશે
કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું આજે પાટણમાં આગમન થશે. સિદ્ધપુરમાં સ્વાગત બાદ કાકોશીમાં જંગી જાહેરસભાનું આયોજન છે. તેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કાર્યક્રમમાં હાજર રહેશે. તથા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા ઉપસ્થિત રહેશે. તથા કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક હાજર રહેશે. તથા સાંસદ ગેનીબેન ઠાકોર પણ હાજર રહેશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે વડોદરાના પ્રવાસે
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે વડોદરાના પ્રવાસે છે. જેમાં વડોદરા ખાતે યુનિટી માર્ચમાં હર્ષભાઈ સંઘવી જોડાશે. તેમજ બાબરિયા કોલેજથી લિંગસ્થલી સુધી એકતા યાત્રાનું આયોજન છે. તથા હર્ષભાઈની સાથે મોટી સંખ્યામાં લોકો માર્ચમાં ભાગ લેશે.
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે રેતી ખનન સામે કાર્યવાહી
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે રેતી ખનન સામે કાર્યવાહી થઇ છે. જેમાં ચોટીલા-જસદણ હાઇવે પરથી વાહનો ઝડપાયા છે. તેમજ 8 ડમ્પર સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તથા ડેપ્યુટી કલેક્ટર અને તેમની ટીમે કાર્યવાહી કરી છે. લાખણકા ગામ પાસેની અલખધણી હોટલની બાજુમાં દરોડા પાડ્યા હતા. તેમાં ગેરકાયદે રેતી ભરતા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. તેમાં કુલ 3.22 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
જૂનાગઢમાં રસ્તાના કામને લઈને લોકોએ હોબાળો કર્યો
જૂનાગઢમાં રસ્તાના કામને લઈને લોકોએ હોબાળો કર્યો છે. તેમાં નવા નાગરવાડા વિસ્તારના લોકો રોડ પર ઉતર્યો છે. જેમાં સ્થાનિકોની જાણ બહાર રસ્તા ખોદી નાખવામા આવ્યા છે. તથા રસ્તાઓ ખોદી નાખવામાં આવતા આવતા સ્થાનિકો પરેશાન થયા છે. સ્થાનિકોને એક ગલીમાંથી બીજી ગલીમાં જવુ મુશ્કેલ બન્યુ છે. તેમજ રસ્તાની ખરાબ ગુણવત્તા, અડઘડ કામગીરીનો સ્થાનિકોનો આક્ષેપ છે. કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ તથા નાગરવાડા વિસ્તારના લોકોએ હોબાળો કરી કામ બંધ કરાવ્યું છે. તેમજ મનપાના ભાજપના સ્થાયી સમિતિના ચેરમેનના વોર્ડમાં હોબાળો થતા માહોલ ગરમાયો છે. તેમજ સ્થાયી સમિતિના ચેરમેન ફોન પણ ન ઉપાડતા હોવાનો આક્ષેપ પણ થયો છે.
આ પણ વાંચો: Rashifal 1 December 2025: આજે શુભ યોગ રચાતા આ રાશિઓના જીવનમાં થશે ફેરફાર, જાણો આજનું રાશિફળ


