Gujarat News : આજે 10 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 10 ડિસેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : નવસારીના ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તા.પંચાયત પ્રમુખ રાજેશ પટેલે સામન્ય અકસ્માત બાદ આપો ગુમાવ્યો તથા ગાંધીનગર CMની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. જેમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈ સમીક્ષા કરાશે તેમજ જૂનાગઢમાં કોંગ્રેસ કાર્યકરે ફિનાઈલ પી આપઘાત પ્રયાસ કર્યો છે. જેમાં કોંગ્રેસ કાર્યકર દિપક મકવાણાએ ફિનાઈલ પીધું જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
નવસારીના ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખનો વીડિયો વાયરલ થયો
નવસારીના ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તા.પંચાયત પ્રમુખ રાજેશ પટેલે સામન્ય અકસ્માત બાદ આપો ગુમાવ્યો હતો. તા.પંચાયત પ્રમુખે બેફામ અપશબ્દો બોલી એક યુવાનને માર માર્યો હતો. મહિલાઓની વિનંતીને અવગણી શૂરા બન્યા હોવાની સ્થિતિ જોવા મળી હતી. જેમાં દારૂના નશામાં અકસ્માત થયો હોવાનો ઉલ્લેખ તા.પંચાયત પ્રમુખે કર્યો હતો. સામાન્ય અકસ્માતમાં તા.પંચાયત પ્રમુખે સરા જાહેર મારામારી કરી છે. વાયરલ વીડિયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ કરતું નથી.
ગાંધીનગર CMની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે
ગાંધીનગર CMની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. જેમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈ સમીક્ષા કરાશે. રાજ્યમાં ખાતરની અછત મામલે પણ સમીક્ષા કરાશે. કૃષિ રાહત પેકેજ મામલે થયેલી અરજીઓ પર સમીક્ષા થશે. સુભાષબ્રિજમાં પડેલી તિરાડો બાદ થયેલી કામગીરીની સમીક્ષા થશે. વાઈબ્રન્ટ રિજનલ સમિટને લઈ પણ કેબિનેટમાં ચર્ચા થશે. કાંકરિયા કાર્નિવાલ, કાઈટ ફેસ્ટિવલ સહિતના કાર્યક્રમ પર ચર્ચા થશે.
જમીનના બદલામાં નોકરી મામલે ચુકાદો આવશે
જમીનના બદલામાં નોકરી મામલે ચુકાદો આવશે. જેમાં દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટ ચુકાદો સંભળાવશે. સ્પેશિયલ જજ વિશાલ ગોગ ચુકાદો સંભળાવશે. બિહારના પૂર્વ CM લાલુ પરિવાર પર આરોપ છે. જમીનના બદલે રેલવેમાં નોકરી આપ્યાનો આરોપ છે.
જૂનાગઢમાં કોંગ્રેસ કાર્યકરે ફિનાઈલ પી આપઘાત પ્રયાસ કર્યો
જૂનાગઢમાં કોંગ્રેસ કાર્યકરે ફિનાઈલ પી આપઘાત પ્રયાસ કર્યો છે. જેમાં કોંગ્રેસ કાર્યકર દિપક મકવાણાએ ફિનાઈલ પીધું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષીના ત્રાસથી પગલુ ભર્યાનો આરોપ છે. મનોજ જોષી પાર્ટીને નબળી પાડતા હોવાનો આરોપ છે. "મનોજ જોષી મનપાની ચૂંટણી હાર્યા તો રાજીનામું આપી દે" હું 30 વર્ષથી કોંગ્રેસનો કાર્યકર છુ તેમ દિપક મકવાણાએ જણાવ્યું છે. તથા કહ્યું છે કે નાના કાર્યકરોની વાતને ધ્યાને લેવાતી નથી. નવા પ્રભારી સામે રજૂઆતો કરી પરંતુ ધ્યાને નથી લેવાતી. રજૂઆતો છતા કોઈ નિરાકરણ ના આવતા મેં ફિનાઈલ પીધુ છે. ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે.