Gujarat News : આજે 14 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 14 ડિસેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : ગુજરાતની રાજનીતિને લઈ દિલ્હીથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા એકાએક દિલ્હી પહોંચ્યા તથા અમદાવાદનાં રાત્રી દરમિયાન નારણપુરા વિસ્તારમાં અકસ્માત થયો છે. જેમાં અકસ્માતમાં વેદાંત મૌલિનભાઈ મોદી નામના યુવકનું મોત થયુ તેમજ અમદાવાદના નારોલ વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે. જેમાં ઘરમાં ગેસનો બાટલો ફાટતાં બે લોકોના મોત થયા જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
ગુજરાતની રાજનીતિને લઈ દિલ્હીથી મોટા સમાચાર સામે આવ્યા
ગુજરાતની રાજનીતિને લઈ દિલ્હીથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા એકાએક દિલ્હી પહોંચ્યા છે. આજે ત્રણેય નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે પણ બેઠક યોજાશે. આ મુલાકાતોને ગુજરાતની રાજનીતિની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચર્ચા મુખ્યત્વે સરકાર અને સંગઠનના મહત્વના મુદ્દાઓ પર થઈ શકે છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને બપોરે ગુજરાત પરત ફરશે.
અમદાવાદનાં રાત્રી દરમિયાન નારણપુરા વિસ્તારમાં અકસ્માત થયો
અમદાવાદનાં રાત્રી દરમિયાન નારણપુરા વિસ્તારમાં અકસ્માત થયો છે. જેમાં અકસ્માતમાં વેદાંત મૌલિનભાઈ મોદી નામના યુવકનું મોત થયુ છે. લાડલી ચાર રસ્તા પાસે એક્ટિવા લઈ જઈ રહેલા યુવકને અકસ્માત નડ્યો છે. CNG કન્ટેનર સાથે ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદના નારોલ વિસ્તારમાં આગનો બનાવ બન્યો
અમદાવાદના નારોલ વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે. જેમાં ઘરમાં ગેસનો બાટલો ફાટતાં બે લોકોના મોત થયા છે. શાહવાડીમાં સત્યમનગરમાં ગેસનો બાટલો ફાટયો છે. ગેસનો બાટલો ફાટતા ચાર લોકો દાઝ્યા હતા. મહેવિશ સોલંકી અને લાલો સોલંકીના મોત થાય છે. દાઝેલા ચાર લોકોમાંથી હજુ બે લોકો ગંભીર છે.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંવડિયા બનાસકાંઠાના પ્રવાસે
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંવડિયા બનાસકાંઠાના પ્રવાસે છે. જેમાં ડીસામાં સાંસદ ખેલ મહાકુંભનું મનસુખભાઈ ઉદ્ઘાટન કરશે. ડીસા સ્પોર્ટ્સ સંકુલ ખાતે સાંસદ ખેલ મહાકુંભ યોજાશે. તથા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે.
ગાંધીનગર કલોલ એસપીજી પરિવારનો સ્નેહમિલન સમારોહ
ગાંધીનગર કલોલ એસપીજી પરિવારનો સ્નેહમિલન સમારોહ યોજાશે. જેમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ, DyCM હર્ષભાઈ સંઘવી હાજર રહેશે. મંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ DyCM નીતિનભાઈ પટેલ હાજર રહેશે. તથા પાટીદાર અગ્રણીઓ પણ સ્નેહમિલનમાં હાજરી આપશે
પાટીદાર સમાજના વિવિધ પ્રશ્નોને લઈ ચર્ચા થશે.
ગાંધીનગર એરફોર્સ એસો.નું 9મું વાર્ષિક સ્મારક વ્યાખ્યાન યોજાશે
ગાંધીનગર એરફોર્સ એસો.નું 9મું વાર્ષિક સ્મારક વ્યાખ્યાન યોજાશે. FG ઓફિસર નિર્મલજીતસિંહ સેખોન 9નું વાર્ષિક સ્મારક વ્યાખ્યાન છે. મુખ્ય અતિથી તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજરી આપશે. તથા એર માર્શલ નાગેશ કપૂર ગેસ્ટ ઓફ ઓનર રહેશે.