Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat News : આજે 30 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : બનાસકાંઠાના પાલનપુરમાં આદિવાસી યાત્રાને અટકાવાઈ છે. ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત 50 જેટલા લોકોની અટકાયત કરાઇ છે તથા સુરત પ્રેમલગ્ન કરનારી પાટીદાર દીકરીનો ભારે વિરોધ છે. સિંગર આરતી સાંગાણીના કાર્યક્રમનો સુરતમાં વિરોધ થયો તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળશે તથા કચ્છ રસોઈના ઝઘડામાં વિખાયો પરિવારનો માળો જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
gujarat news   આજે 30 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 30 ડિસેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : બનાસકાંઠાના પાલનપુરમાં આદિવાસી યાત્રાને અટકાવાઈ છે. ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત 50 જેટલા લોકોની અટકાયત કરાઇ છે તથા સુરત પ્રેમલગ્ન કરનારી પાટીદાર દીકરીનો ભારે વિરોધ છે. સિંગર આરતી સાંગાણીના કાર્યક્રમનો સુરતમાં વિરોધ થયો તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળશે તથા કચ્છ રસોઈના ઝઘડામાં વિખાયો પરિવારનો માળો તેમજ જામનગર️માં કોર્પોરેટર પર જીવલેણ હુમલાથી હાહાકાર થયો છે. લાલ બંગલા નજીક કોર્પોરેટર અસ્લમ ખીલજી પર હુમલો જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

બનાસકાંઠાના પાલનપુરમાં આદિવાસી યાત્રાને અટકાવાઈ

બનાસકાંઠાના પાલનપુરમાં આદિવાસી યાત્રાને અટકાવાઈ છે. ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત 50 જેટલા લોકોની અટકાયત કરાઇ છે. પોલીસની મંજૂરી ન હોવાથી યાત્રાને અટકાવાઈ હતી. ધારાસભ્ય કાંતિ ખરાડીએ યાત્રાની કોઈ મંજૂરી લીધી નહોતી. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગરમાંથી યાત્રા પસાર થવાની હતી.

Advertisement

સુરત પ્રેમલગ્ન કરનારી પાટીદાર દીકરીનો ભારે વિરોધ

સુરત પ્રેમલગ્ન કરનારી પાટીદાર દીકરીનો ભારે વિરોધ છે. સિંગર આરતી સાંગાણીના કાર્યક્રમનો સુરતમાં વિરોધ થયો છે. પાટીદાર આગેવાને જ કાર્યક્રમ શરૂ થતા વિરોધ કર્યો હતો. આરતી સાંગાણી ગીત ગાવા પહોંચે તે પહેલા જ વિરોધ થયો હતો. કાર્યક્રમના સ્થળ બહાર પાટીદાર યુવાનોએ વિરોધ કર્યો હતો. પાટીદાર આગેવાન મહેશ વાઘાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. મહેશ વાઘાણીએ જણાવ્યું છે કે સમાજને અપીલ કરી કે કાર્યક્રમ રદ કરો. ધર્મેશ સુરાણી પરિવારે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સમાજના હિતને ધ્યાનમાં રાખી તેમણ કાર્યક્રમ રદ કર્યો છે. સુરતના મોટીવેડ સિલ્વર ફાર્મમાં કાર્યક્રમનું આયોજન હતુ. સુરાણી પરિવારના લગ્નગીતમાં આરતી સાંગાણી સિંગર હતા. આરતી સાંગાણી પહોંચે તે પહેલા જ કાર્યક્રમ રદ કરી દેવાયો હતો.

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળશે

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળશે. સામાન્ય સભામાં 2 મહત્વના નિર્ણયો લેવામાં આવશે. પાલતુ શ્વાનના રજિસ્ટ્રેશન અંગેના ઠરાવ પર અંતિમ નિર્ણય લેવાશે. તથા વાહનોના સ્ક્રેપ માટેની પદ્ધતિ પણ નિયત કરવામાં આવશે.

કચ્છ રસોઈના ઝઘડામાં વિખાયો પરિવારનો માળો

કચ્છ રસોઈના ઝઘડામાં વિખાયો પરિવારનો માળો છે. માંડવી તાલુકાના મદનપુરા ગામે વાડીમાં ઘટના બની છે. માતાએ પુત્રીને ઝેરી દવા પીવડાવી પોતે પણ પી લીધી હતી. પાકમાં છાંટવાની ઝેરી દવા પીતા માતા-પુત્રીના મોત થયા છે. પતિ-પત્ની વચ્ચે સવારે રસોઈને લઈ ઝઘડો થયો હતો. છોટાઉદેપુરનું મજૂર દંપત્તિ વાડીમાં કામ રહી કરતું હતુ.

જામનગર️માં કોર્પોરેટર પર જીવલેણ હુમલાથી હાહાકાર થયો

જામનગર️માં કોર્પોરેટર પર જીવલેણ હુમલાથી હાહાકાર થયો છે. લાલ બંગલા નજીક કોર્પોરેટર અસ્લમ ખીલજી પર હુમલો થયો છે. હુમલામાં અસલમ ખીલજીને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. થોડા દિવસો પહેલા જ કોર્પોરેટર AAPમાં જોડાયા હતા. હુમલાખોરો કોણ છે તેને લઈને હજુ કોઈ માહિતી નહીં. અસલમ ખીલજી JMCમાં વિપક્ષના નેતા રહી ચુક્યા છે. તથા ઈજાગ્રસ્ત અસલમ ખીલજી જીજી હોસ્પિટલમાં દાખલ છે. રાજકીય આગેવાનો જીજી હોસ્પિટલ દોડી આવ્યા છે. મોટી સંખ્યામાં અસલમ ખીલજીના સમર્થકો પણ પહોંચ્યા છે. હુમલાખોરોને શોધવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Tags :
Advertisement

.

×