Gujarat News : આજે 31 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 31 ડિસેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : CM ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે તથા ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે પશુઓને ગેરકાયદેસર રીતે વધુ દુધ ઉત્પાદન માટે ઓક્સિટોસિન ઇન્જેકશન વેચાણનો પર્દાફાશ થયો તેમજ વલસાડના ઓવાડા ખાતે સરકારી જમીનનો વિવાદ થયો છે. જેમાં સરકારી જમીન ખાલી કરાવવા માટે વલસાડ તંત્ર કામે લાગ્યુ તથા અમરેલીની જૂની જેલ પાછળના વિસ્તારમાં ભીષણ આગ લાગી જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
CM ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે
CM ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. જેમાં વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ અંગે ચર્ચા થશે. તેમાં કચ્છ-સૌરાષ્ટ્ર રીજનલ વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન આવશે. આગામી બજેટની તૈયારીઓ અને સમીક્ષા અંગે ચર્ચા થશે. ચાલુ બજેટના પડતર નાણાં અંગે કેબિનેટમાં સમીક્ષા થશે. લગ્ન નોંધણી કાયદા સંદર્ભે નવા ડ્રાફ્ટ નિયમો કેબિનેટમાં મુકાશે. કેબિનેટ લગ્ન નોંધણીના સુધારેલા નિયમોને મંજૂરી આપી શકે છે. રવિ સીઝનમાં પાક વાવેતર અને સિંચાઈના પાણી અંગે ચર્ચા થશે.
દુધ ઉત્પાદન માટે ઓક્સિટોસિન ઇન્જેકશન વેચાણનો પર્દાફાશ થયો
ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે પશુઓને ગેરકાયદેસર રીતે વધુ દુધ ઉત્પાદન માટે ઓક્સિટોસિન ઇન્જેકશન વેચાણનો પર્દાફાશ થયો છે. ભાવનગર S.O.G પોલીસે પાલીતાણા સાહિલ પ્રોવિઝન સ્ટોર પર રેડ કરી છે. સાહિલ પ્રોવિઝન-સ્ટોર તપાસ દરમિયાન લાયસન્સ વગર ઓક્સિટોસિનના ઇન્જેકશન અને શંકાસ્પદ પ્રવાહી જથ્થો ઝડપાયો છે. SOG પોલીસે રૂ. 54,598 નો મુદ્દામાલ જપ્ત કરીને સાહિલ પ્રોવિઝન-સ્ટોરના સાજીદભાઇ સલીમભાઇ સરમાળીની ધરપકડ કરી છે. SOG પોલીસે શંકાસ્પદ જથ્થાના FSL તપાસ માટે નમૂનાઓ મોકલાયા છે. ભાવનગર રેન્જ પોલીસ મહાનિરિક્ષક ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની કડક સૂચનાથી કાર્યવાહી થઇ છે.
વલસાડના ઓવાડા ખાતે સરકારી જમીનનો વિવાદ થયો
વલસાડના ઓવાડા ખાતે સરકારી જમીનનો વિવાદ થયો છે. જેમાં સરકારી જમીન ખાલી કરાવવા માટે વલસાડ તંત્ર કામે લાગ્યુ છે. તેમાં સરકારી જમીન ખાલી કરાવવા પોલીસ છાવણીમાં ગામ ફેરવાયુ છે. 6 કલાક બાદ તંત્ર દ્વારા સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા છે. પ્રાંત અધિકારી અધ્યક્ષતામાં સમગ્ર જમીન ખાલી કરવામાં આવી છે. જેમાં નપાના કચરાની ડમ્પિંગ સાઈટને લઈ આ જગ્યા વિવાદમાં છે. ડમ્પિંગ સાઈટને લઈ ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. પ્રાંત અધિકારી દ્વારા લોકોને સમજણ આપવામાં આવી હતી. ગ્રામજનો ન માનતા આખરે પોલીસે જમીન ખાલી કરાવી છે. પોલીસ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં જમીન ખાલી કરવામાં આવી છે.
અમરેલીની જૂની જેલ પાછળના વિસ્તારમાં ભીષણ આગ લાગી
અમરેલીની જૂની જેલ પાછળના વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. જેલ પાછળના ખુલ્લા વિસ્તારમાં આગથી અફરાતફરી થઇ છે. જેમાં ફાયર વિભાગની ટીમે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે.
બિશ્નોઈ ગેંગના સાગરીત અશોક બિશ્નોઈ પર ફાયરિંગ થયુ
બિશ્નોઈ ગેંગના સાગરીત અશોક બિશ્નોઈ પર ફાયરિંગ થયુ છે. અશોક બિશ્નોઈએ કસ્ટડીમાંથી ભાગવા જતા ફાયરિંગ થયુ છે. સ્ટેટ મોનિટરિંગ સેલે આસામથી ધરપકડ કરી હતી. તથા ગાંધીનગર લાવતા દાહોદ પાસે ભાગવા જતા ફાયરિંગ કર્યુ છે. ત્યારે પોલીસ પર હુમલો કરી ભાગવા જતા પોલીસે ફાયરિંગ કરતા સ્થાનિકોમાં ચર્ચા થઇ રહી છે.


