Gujarat News : આજે 7 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 7 ડિસેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : કાગવડ ખોડલધામ ખાતે સન્માન સમારોહ યોજાશે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહનું આયોજન થયુ તેમજ ભુજના કુકમા ગામમાં બોરવેલમાં પડેલા યુવકને બહાર કાઢ્યો છે. જેમાં 9 કલાકની ભારે જહેમત બાદ યુવકને બહાર કાઢ્યો તથા સિંહના ટોળા ન હોવાની કહેવત ફરી ખોટી પુરવાર થઈ છે. જેમાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર 10 સિંહોની લટાર જોવા મળી તેમજ અમરેલીમાં આપની કિસાન મહાપંચાયત યોજાશે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત નેતાઓ આવશે તથા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટ આવશે. આજે સાંજે અરવિંદ કેજરીવાલ રાજકોટ એરપોર્ટ પર પહોંચશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
કાગવડ ખોડલધામ ખાતે સન્માન સમારોહ યોજાશે
કાગવડ ખોડલધામ ખાતે સન્માન સમારોહ યોજાશે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહનું આયોજન થયુ છે. તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ, લેઉવા પટેલ સમાજના મંત્રીઓનોનું સન્માન કરાશે. મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતમાં સન્માન સમારોહ યોજાશે.
નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ સન્માન સમારોહનું આયોજન કરાયુ છે.
સિંહના ટોળા ન હોવાની કહેવત ફરી ખોટી પુરવાર થઈ
સિંહના ટોળા ન હોવાની કહેવત ફરી ખોટી પુરવાર થઈ છે. જેમાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર 10 સિંહોની લટાર જોવા મળી છે. તેમાં બાળસિંહો સાથે સિંહણ નેશનલ હાઈવે પર પહોંચી હતી. દિવસ દરમિયાન નેશનલ હાઈવે ક્રોસ કરતો સિંહ પરિવાર જોવા મળ્યો છે. જેમાં રાજુલા-જાફરાબાદ પંથકમાં સિંહોનું સામ્રાજ્ય છે.
ભુજના કુકમા ગામમાં બોરવેલમાં પડેલા યુવકને બહાર કાઢ્યો
ભુજના કુકમા ગામમાં બોરવેલમાં પડેલા યુવકને બહાર કાઢ્યો છે. જેમાં 9 કલાકની ભારે જહેમત બાદ યુવકને બહાર કાઢ્યો છે. યુવક ઝારખંડનો રુસ્તમ શેખ હોવાનું બહાર આવ્યું છે. ઘર કંકાસના કારણે યુવક બોરવેલમાં પડ્યો હોવાનું તારણ છે. કુકમા વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતો હતો. તથા ભારતીય લશ્કરના જવાનો અને ભુજ ફાયર વિભાગે યુવકને બહાર કાઢ્યો છે. યુવક બહાર આવ્યો પણ જીવ બચી શક્યો નહીં તેમજ 18 વર્ષીય યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે.
અમરેલીમાં આપની કિસાન મહાપંચાયત યોજાશે
અમરેલીમાં આપની કિસાન મહાપંચાયત યોજાશે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત નેતાઓ આવશે. અમરેલીના સિનિયર સિટીઝન પાર્ક ખાતે મહાપંચાયત યોજાશે. બપોરે 3 કલાકે આપ નેતાઓ કિસાન મહાપંચાયત યોજશે.
આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટ આવશે
આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટ આવશે. આજે સાંજે અરવિંદ કેજરીવાલ રાજકોટ એરપોર્ટ પર પહોંચશે. આવતીકાલે ખાનગી હોટેલમાં બોટાદના ખેડૂતો સાથે બેઠક છે. 9 ડિસેમ્બરે અરડોઈના આત્મહત્યા કરનાર ખેડૂતના પરિવારને મળશે.