Gujarat News : આજે 8 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 8 ડિસેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : અમદાવાદમાં સિગારેટની બાબતમાં હત્યા થઇ છે. જેમાં સિગારેટ ન આપતા આરોપીએ યુવકની હત્યા કરી છે. સરખેજ અહદ સ્પોર્ટ્સ ક્લબ પાસે બનાવ બન્યો તથા AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. જેમાં ગુજરાત પ્રવાસના બીજા દિવસે કેજરીવાલની અનેક બેઠક કરશે તેમજ આણંદના વાસદમાં ફ્લાઈંગ સ્કવૉડનો સપાટો જોવા મળ્યો છે. જેમાં મહીસાગર નદીમાં ગેરકાયદે ખનનનો પર્દાફાશ થયો તથા જૂનાગઢમાં ગુજસીટોકનો ફરાર આરોપી ઝડપાયો છે. દીલીપ ઉર્ફે દીલા ભગા છેલાણાની ધરપકડ કરવામાં આવી જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
અમદાવાદમાં સિગારેટની બાબતમાં હત્યા થઇ
અમદાવાદમાં સિગારેટની બાબતમાં હત્યા થઇ છે. જેમાં સિગારેટ ન આપતા આરોપીએ યુવકની હત્યા કરી છે. સરખેજ અહદ સ્પોર્ટ્સ ક્લબ પાસે બનાવ બન્યો છે. તેમાં ગુસ્સે ભરાયેલા આરોપીએ છરીના ઘા મારી હત્યા કરી છે. જેમાં સરખેજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. જેમાં ગુજરાત પ્રવાસના બીજા દિવસે કેજરીવાલની અનેક બેઠક કરશે. ખેડૂતો અને પક્ષના કાર્યકરો સાથે કેજરીવાલ સંવાદ કરશે. તથા અરવિંદ કેજરીવાલ અનેક જનસભાને પણ સંબોધન કરશે.
આણંદના વાસદમાં ફ્લાઈંગ સ્કવૉડનો સપાટો જોવા મળ્યો
આણંદના વાસદમાં ફ્લાઈંગ સ્કવૉડનો સપાટો જોવા મળ્યો છે. જેમાં મહીસાગર નદીમાં ગેરકાયદે ખનનનો પર્દાફાશ થયો છે. નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા સાધનો જપ્ત કર્યા છે. ત્યારે સ્થાનિક ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયુ છે. વડોદરા, પંચમહાલ જિલ્લાની ફ્લાઇન્ગ સ્કોડનું સંયુક્ત ઓપરેશન છે. તેમાં 5 હાઇવા, 3 હીટાચી મશીન સહિત બાર્જ હોડીઓ અને ખનનમાં વપરાતો સમાન જપ્ત કરાયો છે. ફ્લાઈંગ સ્કવૉડની રેડથી જિલ્લાના ખનન માફિયાઓમાં ફફડાટ છે.
પોરબંદરના દરિયા કિનારે ભારતીય નેવી દ્વારા નેવી દિવસની ઉજવણી
પોરબંદરના દરિયા કિનારે ભારતીય નેવી દ્વારા નેવી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ એનસીસી કેડટ્સ દ્વારા પરેડ બેન્ડ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે હવામાં ઉડતા એરક્રાફ્ટનો નજારો લોકોએ નિહાળીઓ હતો. તેમજ સમુદ્રમાં INS વિવિધ શીપો તૈનાત કરવામાં આવી હતી.
જૂનાગઢમાં ગુજસીટોકનો ફરાર આરોપી ઝડપાયો
જૂનાગઢમાં ગુજસીટોકનો ફરાર આરોપી ઝડપાયો છે. દીલીપ ઉર્ફે દીલા ભગા છેલાણાની ધરપકડ કરવામાં આવી છે. બગલા ગેંગ તરીકે ઓળખાતી ગેંગમાં સામેલ થયો હતો. પોલીસે દીલા ભગા છેલાણાનું સરઘસ કાઢ્યું છે. તેમજ હજુ બગલા ગેંગના ત્રણ આરોપી ફરાર છે.
આ પણ વાંચો: Rashifal 8 December 2025: આદિત્ય યોગનો શુભ સંયોગ, આ રાશિઓને કરાવશે મોટો ફાયદો