Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat News : આજે 9 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારના લોકો રસ્તા પર ઉતર્યા છે. જેમાં વૃંદાવન સોસાયટી નજીક રોડ અને ડ્રેનેજ લાઇનને લઈ ભેગા થયા હતા તેમજ કચ્છમાં મરૂ ગામના ગૂમ યુવકની લાશ મળી છે. જેમાં ગામના જ બોરમાંથી ટુકડા કરાયેલી લાશ મળી તથા ગાંધીનગર પાટીદાર સમાજની મહત્વની બેઠક થશે. પાટીદાર સમાજના આગેવાનોની સરકારના મંત્રી સાથે બેઠક થશે તેમજ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
gujarat news   આજે 9 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 9 ડિસેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારના લોકો રસ્તા પર ઉતર્યા છે. જેમાં વૃંદાવન સોસાયટી નજીક રોડ અને ડ્રેનેજ લાઇનને લઈ ભેગા થયા હતા તેમજ કચ્છમાં મરૂ ગામના ગૂમ યુવકની લાશ મળી છે. જેમાં ગામના જ બોરમાંથી ટુકડા કરાયેલી લાશ મળી તથા ગાંધીનગર પાટીદાર સમાજની મહત્વની બેઠક થશે. પાટીદાર સમાજના આગેવાનોની સરકારના મંત્રી સાથે બેઠક થશે તેમજ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારના લોકો રસ્તા પર ઉતર્યા

અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારના લોકો રસ્તા પર ઉતર્યા છે. જેમાં વૃંદાવન સોસાયટી નજીક રોડ અને ડ્રેનેજ લાઇનને લઈ ભેગા થયા હતા. રોડ અને ડ્રેનેજ સમસ્યાથી પરેશાન થઈ ધારાસભ્યનો વિરોધ કર્યો છે. કોર્પોરેટર કે ધારાસભ્ય મતવિસ્તારમાં દેખાતા ના હોવાના આક્ષેપ છે. વર્ષો જૂની નાની ડ્રેનેજ લાઈને બદલવાની માગ કરવામાં આવી છે. તથા અનેક વખત કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં. ધારાસભ્યને પણ રજૂઆત કરવા છતાં કામ થતા નથી.

Advertisement

કચ્છમાં મરૂ ગામના ગૂમ યુવકની લાશ મળી

કચ્છમાં મરૂ ગામના ગૂમ યુવકની લાશ મળી છે. જેમાં ગામના જ બોરમાંથી ટુકડા કરાયેલી લાશ મળી છે. તેમાં હત્યા કર્યા બાદ લાશ ટુકડા કરીને ફેંકી દીધાની ચર્ચા છે. નખત્રાણા પોલીસ, પ્રાંત અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મરૂ ગામનો યુવક 2 ડિસેમ્બરે સવારે ગુમ થયો હતો. વાડી વિસ્તારમાં બોરમાંથી યુવકના શરીરના ટુકડા મળ્યા છે. હત્યા કોણે કરી, કયા કારણોસર કરી તેને લઈ તપાસ તેજ થઇ છે.

ગાંધીનગર પાટીદાર સમાજની મહત્વની બેઠક થશે

ગાંધીનગર પાટીદાર સમાજની મહત્વની બેઠક થશે. પાટીદાર સમાજના આગેવાનોની સરકારના મંત્રી સાથે બેઠક થશે. ભાગેડુ લગ્ન પ્રથા અંગે કાયદો અને નિયમો માટે રજુઆત કરશે. રાજ્ય કાયદા મંત્રી કૌશિક વેકરીયા સાથે મોટી બેઠક થશે. દિનેશ બાંભણીયા સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહેશે.

સંઘપ્રદેશ દાદરા નગરહવેલીમાં એક કંપનીમાં આગ લાગી

સંઘપ્રદેશ દાદરા નગરહવેલીમાં એક કંપનીમાં આગ લાગી છે. જેમાં દાદરા ગામમાં આવેલી લીઝા ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી છે. પ્લાસ્ટિક પ્રોડક્ટ કંપનીમાં આગથી દોડધામ મચી છે. પ્લાસ્ટિક પ્રોડક્ટના કારણે આગ વધુ વિકરાળ બની હતી. વિકરાળ આગમાં આસપાસની કંપનીઓ ઝપેટમાં આવી છે. આગ વધુ વિકરાળ બનતા કંપનીમાં પણ વિસ્ફોટ થયા છે. દાદરા નગરહવેલીના ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે છે. તથા દાદરા નગરહવેલી પોલીસે આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો છે.

નવસારી જિલ્લામાં 13 સરકારી કર્મચારીઓ ફરજ મુક્ત થયા

નવસારી જિલ્લામાં 13 સરકારી કર્મચારીઓ ફરજ મુક્ત થયા છે. કરાર આધારિત કર્મચારી અચાનક ફરજ મુક્ત કરાતા હડકંપ મચ્યો છે. 2 સુપરવાઈઝર સહિત 13 ઓપરેટરને ફરજ મુક્ત કરાયા છે.

Tags :
Advertisement

.

×