Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat News : આજે 1 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : વર્ષ 2025ને વિદાય આપી અને વર્ષ 2026નું ભવ્ય સ્વાગત કરવા માટે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી તથા રાજકોટ શહેર ભાજપ સંગઠનનું માળખું ડખ્ખે ચડ્યુ છે. આગઉ લેવામાં આવેલ સેન્સ પ્રક્રિયા ઉપરાંત નવા નામો પ્રદેશમાંથી મંગાવવામાં આવ્યા તથા 2013 બેચના 7 IPS અધિકારીઓને સિલેક્શન ગ્રેડ લેવલ 13માં બઢતી જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
gujarat news   આજે 1 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement
  • આજે 1 જાન્યુઆરી 2026 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : વર્ષ 2025ને વિદાય આપી અને વર્ષ 2026નું ભવ્ય સ્વાગત કરવા માટે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી તથા રાજકોટ શહેર ભાજપ સંગઠનનું માળખું ડખ્ખે ચડ્યુ છે. આગઉ લેવામાં આવેલ સેન્સ પ્રક્રિયા ઉપરાંત નવા નામો પ્રદેશમાંથી મંગાવવામાં આવ્યા તથા 2013 બેચના 7 IPS અધિકારીઓને સિલેક્શન ગ્રેડ લેવલ 13માં બઢતી જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

વર્ષ 2025ને વિદાય આપી અને વર્ષ 2026નું ભવ્ય સ્વાગત

વર્ષ 2025ને વિદાય આપી અને વર્ષ 2026નું ભવ્ય સ્વાગત કરવા માટે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. અમદાવાદમાં વિવિધ પાર્ટી પ્લોટમાં ડીજેના તાલ સાથે ન્યૂ ઈયરની ઉજવણી થઈ. ડાયમંડ સિટી સુરતમાં યુવાનો અને પરિવારો મોટી સંખ્યામાં જાહેર સ્થળોએ એકત્રિત થયા. વડોદરામાં મ્યુઝિક નાઈટ અને ડીજે પાર્ટીઓ દ્વારા નવા વર્ષની આવકનું સ્વાગત કરવામાં આવ્યું, તો રાજકોટમાં શહેરમાં ખાસ આયોજન સાથે લોકોમાં ઉત્સાહ છલકાયો. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

Advertisement

રાજકોટ શહેર ભાજપ સંગઠનનું માળખું ડખ્ખે ચડ્યુ

રાજકોટ શહેર ભાજપ સંગઠનનું માળખું ડખ્ખે ચડ્યુ છે. આગઉ લેવામાં આવેલ સેન્સ પ્રક્રિયા ઉપરાંત નવા નામો પ્રદેશમાંથી મંગાવવામાં આવ્યા છે. શહેર ભાજપમાં તમામ જ્ઞાતિઓને સમાવેશ કરવા નિરીક્ષકો દ્વારા સૂચના આપવામાં આવી છે. સંગઠન મંત્રી શહેર ભાજપ પ્રમુખને મોઢે ચોપડાવી ભલામણની કંઇજ જરૂર નથી અમે બધું કરી લઇશું. માનીતા અને મણકાઓની ગોઠવણ કરવાનું સપનું અધૂરું રહશે. પ્રદેશ દ્વારા હવે કમૂરતા બાદ રાજકોટ શહેર સંગઠનની જાહેરાત કરવામાં આવે તેવી સંભવના છે.

Advertisement

સંઘપ્રદેશ દમણમાં થર્ટી ફર્સ્ટની ભવ્ય ઉજવણી કરાઇ

સંઘપ્રદેશ દમણમાં થર્ટી ફર્સ્ટની ભવ્ય ઉજવણી કરાઇ છે. મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉજવણીમાં જોડાયા છે. હોટલે તેમજ અન્ય વિસ્તારોને શણગારાયા છે. લોકોએ ક્લબ અને હોટલની વ્યવસ્થાની પ્રશંસા કરી છે. વર્ષ 2025ને ગુડ બાય કરી નવા વર્ષને ઉમંગભેર આવકાર્યું છે.

2013 બેચના 7 IPS અધિકારીઓને સિલેક્શન ગ્રેડ લેવલ 13માં બઢતી

2013 બેચના 7 IPS અધિકારીઓને સિલેક્શન ગ્રેડ લેવલ 13માં બઢતી થઇ છે. અધિકારીઓને 2.15 લાખના પગાર મેટ્રિક્સનો લાભ મળશે. અમદાવાદ સિટી SOG, ઇકોનોમિક વિંગ અધિકારીનો સમાવેશ થયો છે. CID ક્રાઇમ, વેસ્ટર્ન રેલવે સેલના અધિકારીઓની પણ બઢતી થઇ છે. રાજ્ય મોનિટરિંગ સેલ અને વડોદરા સેન્ટ્રલ જેલના અધિકારીની બઢતી થઇ છે. કેન્દ્ર પ્રતિનિયુક્તિ પરના મનીષ સિંહને પણ નિયમાનુસાર બઢતી મળી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં નવા વર્ષની ઉજવણીને લઈ ચેકિંગ

સુરેન્દ્રનગર જિલ્લામાં નવા વર્ષની ઉજવણીને લઈ ચેકિંગ છે. એસ.પી., એ.એસ.પી., પ્રો.આઈ.પી.એસ સહિતના અધિકારીઓ ખડેપગે છે. શહેરી વિસ્તાર સહિત 08 ચેકપોસ્ટ પર ચેકિંગ કરાયું છે. મોડી રાત સુધી વાહન સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 68 બ્રેથ એનાલાઇઝર, 20 શી-ટીમ, 201 બોડી વોર્ન કેમેરાથી નજર રખાઇ છે. તથા ફાર્મ હાઉસ, ક્લબો, ખાનગી પાર્ટી પ્લોટ સહિતના સ્થળોનું ચેકિંગ થઇ રહ્યું છે.

Tags :
Advertisement

.

×