Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat News : આજે 2 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat :અંબાજીમાં ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું અધિવેશન યોજાશે. જેમાં અંબાજીમાં 54મું શૈક્ષણિક-વહીવટી અધિવેશન મળશે તથા ગુજરાત STમાં ભરતી થયેલા નવા ઉમેદવારોને નિમણૂક પત્ર અપાશે તેમજ ઉત્તરાયણ પહેલા મહેસાણામાં સાંસદનું અનોખું અભિયાન જોવા મળ્યું તેમજ જામનગરના ખરેડી ગામના યુવાનનો અનોખો સંકલ્પ તથા અરવલ્લીના મેઘરજમાં હિટ એન્ડ રનની ઘટના બની જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
gujarat news   આજે 2 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 2 જાન્યુઆરી 2026 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : અંબાજીમાં ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું અધિવેશન યોજાશે. જેમાં અંબાજીમાં 54મું શૈક્ષણિક-વહીવટી અધિવેશન મળશે તથા ગુજરાત STમાં ભરતી થયેલા નવા ઉમેદવારોને નિમણૂક પત્ર અપાશે તેમજ ઉત્તરાયણ પહેલા મહેસાણામાં સાંસદનું અનોખું અભિયાન જોવા મળ્યું તેમજ જામનગરના ખરેડી ગામના યુવાનનો અનોખો સંકલ્પ તથા અરવલ્લીના મેઘરજમાં હિટ એન્ડ રનની ઘટના બની જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

અંબાજીમાં ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું અધિવેશન યોજાશે

અંબાજીમાં ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું અધિવેશન યોજાશે. જેમાં અંબાજીમાં 54મું શૈક્ષણિક-વહીવટી અધિવેશન મળશે. તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે. અંબાજીના GMDC ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાશે છે. ગુજરાતના તમામ આચાર્ય કાર્યક્રમમાં હાજરી આપશે.

Advertisement

ગુજરાત STમાં ભરતી થયેલા નવા ઉમેદવારોને નિમણૂક પત્ર અપાશે

ગુજરાત STમાં ભરતી થયેલા નવા ઉમેદવારોને નિમણૂક પત્ર અપાશે. CM ભૂપેન્દ્રભાઈ પટેલ, Dy.CM હર્ષભાઈ સંઘવીની હાજરીમાં કાર્યક્રમ યોજાશે. એસટી વિભાગમાં 3084 જેટલી ભરતી માટે નિમણૂક પત્ર અપાશે. ડ્રાઈવર, હેલ્પર માટે પસંદગી પામેલા ઉમેદવારો નિમણૂક પત્ર અપાશે.

ઉત્તરાયણ પહેલા મહેસાણામાં સાંસદનું અનોખું અભિયાન જોવા મળ્યું

ઉત્તરાયણ પહેલા મહેસાણામાં સાંસદનું અનોખું અભિયાન જોવા મળ્યું છે. જેમાં સેફ્ટી ગાર્ડ લગાવી લોકોને દોરીથી બચાવવાનો અભિગમ છે. સાંસદ મયંકભાઈ નાયકના અભિયાનમાં મુખ્યમંત્રી જોડાયા છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટુ વ્હીલરમાં સેફ્ટી ગાર્ડ લગાવ્યા છે. અભિયાન થકી વાહન ચાલકોને દોરીથી બચાવવાનો પ્રયાસ થયો છે.

જામનગરના ખરેડી ગામના યુવાનનો અનોખો સંકલ્પ

જામનગરના ખરેડી ગામના યુવાનનો અનોખો સંકલ્પ. જેમાં 10 વર્ષ પહેલા ખરેડી ગામના બે યુવાને સંકલ્પ લીધો હતો. હરિદ્વારથી ખરેડી સુધી દોડીને ગંગાજળ લાવવાનો સંકલ્પ છે. ગંગાજળ લાવી ગામના શિવજી પર અભિષેક કરવામાં આવશે. બન્ને યુવાનો 27 ડિસેમ્બરે હરિદ્વારથી ગંગાજળ ભરી નીકળ્યા છે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગરના 35 જેટલા યુવાનો જોડાયા છે. 3 જાન્યુઆરીએ શિવજી પર અભિષેક કરવામાં આવશે. તથા રનિંગમાં 7 ટીમ તૈયાર કરાઈ, એક ટીમમાં 5 જેટલા રનર છે. સંકલ્પ યાત્રામાં 17 વર્ષથી લઈને 48 વર્ષ સુધીના લોકો જોડાયા છે.

અરવલ્લીના મેઘરજમાં હિટ એન્ડ રનની ઘટના બની

અરવલ્લીના મેઘરજમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં કુડોલ ઘાંટા રોડ પર હિટ એન્ડ રનની ઘટના છે. અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું ઘટનાસ્થળે મોત થયુ છે. શણગાલથી કુડોલ તરફ જતા રોડ પર સીમમાં અકસ્માત થયો છે. અજાણ્યા વાહનની અડફેટે કોલુન્દ્રા ગામના આધેડનું મોત થયુ છે. ઉદાભાઈ વડેખ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તથા અકસ્માતમાં મૃતકની ખોપરી ફાટી ગઈ હતી. તથા અકસ્માત બાદ વાહનચાલક વાહન લઈને ફરાર થયો છે. જેમાં ટીંટોઈ પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Tags :
Advertisement

.

×