Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat News : આજે 4 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : ભાવનગરના તરસમિયા ગામે હત્યાનો બનાવ બન્યો છે. જેમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા કરી દેવાઈ તથા અખીલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇશે. જેમાં મંત્રી પ્રદ્યુમ્નભાઈ વાજા સ્પર્ધાનો પ્રારંભ કરાવશે તેમજ મોરબીના રાજપર ગામ પાસે રોડ પર પથ્થરમારો થયો છે. જેમાં અજાણ્યા શખ્સોએ 6થી 7 વાહનો પર પથ્થરમારો કર્યો જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
gujarat news   આજે 4 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 4 જાન્યુઆરી 2026 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : ભાવનગરના તરસમિયા ગામે હત્યાનો બનાવ બન્યો છે. જેમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા કરી દેવાઈ તથા અખીલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇશે. જેમાં મંત્રી પ્રદ્યુમ્નભાઈ વાજા સ્પર્ધાનો પ્રારંભ કરાવશે તેમજ મોરબીના રાજપર ગામ પાસે રોડ પર પથ્થરમારો થયો છે. જેમાં અજાણ્યા શખ્સોએ 6થી 7 વાહનો પર પથ્થરમારો કર્યો જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

ભાવનગરના તરસમિયા ગામે હત્યાનો બનાવ બન્યો

ભાવનગરના તરસમિયા ગામે હત્યાનો બનાવ બન્યો છે. જેમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા કરી દેવાઈ છે. સુરેશભાઈ ડાભીની કરુણ હત્યા કરી નાખવામાં આવી છે. માલણકા ગામના ચાર શખ્સોએ હથિયારથી હુમલો કર્યો હતો. હુમલામાં વિપુલ બારૈયા સંડોવાયેલ હોવાની શંકા છે. તથા પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

અખીલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે

અખીલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. જેમાં મંત્રી પ્રદ્યુમ્નભાઈ વાજા સ્પર્ધાનો પ્રારંભ કરાવશે. તેમજ રાજ્યભરના 1100 થી વધુ સ્પર્ધક ભાગ લેશે. તથા સ્પર્ધકો કડકડતી ઠંડીમાં ગિરનાર પર દોટ લગાવશે. બપોર બાદ વીજેતા સ્પર્ધકોને ઈનામો અપાશે.

મોરબીના રાજપર ગામ પાસે રોડ પર પથ્થરમારો

મોરબીના રાજપર ગામ પાસે રોડ પર પથ્થરમારો થયો છે. જેમાં અજાણ્યા શખ્સોએ 6થી 7 વાહનો પર પથ્થરમારો કર્યો છે. તેમા સ્થાનિકોએ જાણ કરતા પોલીસ દોડી આવી છે. કોણે અને કેમ પથ્થરમારો કર્યો? તે અંગે તપાસ ચાલુ છે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉચ્ચ સ્તરીય બેઠક

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક દ્વારા રાજ્યના અંતરિયાળ અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારો તથા તાલુકાઓ સુધીની આરોગ્ય સુખાકારીની યોજનાઓની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ 2026ના વર્ષના ડિસેમ્બર માસ સુધીમાં રાજપીપળા, મોરબી, નવસારી, ગોધરા અને પોરબંદર એમ પાંચ મેડિકલ કોલેજ, હોસ્પિટલ્સ અને હોસ્ટેલ્સના નિર્માણ કાર્યો પૂર્ણ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હેલ્થ કેર ફોર ઓલનો જન આરોગ્યલક્ષી અભિગમ અપનાવીને જે મહત્વની કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ શરૂ કરાવી છે. તેની પ્રગતિની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરીને મુખ્ય પ્રધાને જરૂરી દિશાનિર્દેશો આ બેઠકમાં આપ્યા હતા.

Tags :
Advertisement

.

×