Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat News : આજે 5 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : ગુજરાત યુનિવર્સિટીનો 74મો પદવીદાન સમારોહ યોજાશે તથા સુરતમાં નકલી ચીજવસ્તુઓની ભરમાર યથાવત તેમજ રાજ્યમાં માવઠા બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટની મુલાકાતે તેમજ બગદાણાના 'બખેડા'માં આગામી કલાકો મહત્વના! જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
gujarat news   આજે 5 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 5 જાન્યુઆરી 2026 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : ગુજરાત યુનિવર્સિટીનો 74મો પદવીદાન સમારોહ યોજાશે તથા સુરતમાં નકલી ચીજવસ્તુઓની ભરમાર યથાવત તેમજ રાજ્યમાં માવઠા બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટની મુલાકાતે તેમજ બગદાણાના 'બખેડા'માં આગામી કલાકો મહત્વના! જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

ગુજરાત યુનિવર્સિટીનો 74મો પદવીદાન સમારોહ યોજાશે

ગુજરાત યુનિવર્સિટીનો 74મો પદવીદાન સમારોહ યોજાશે. સેનેટ હોલ ખાતે કુલ 40,245 વિદ્યાર્થીઓને ડિગ્રી અપાશે. તથા 200 વિદ્યાર્થીઓને કુલ 341 ગોલ્ડ મેડલથી સન્માનિત કરાશે. જેમાં ઈસરોના ચેરમેન વી. નારાયણ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજા ઉપસ્થિત રહેશે.

Advertisement

સુરતમાં નકલી ચીજવસ્તુઓની ભરમાર યથાવત

સુરતમાં નકલી ચીજવસ્તુઓની ભરમાર યથાવત છે. જેમાં લસકાણા વિસ્તારમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયુ છે. શુદ્ધ ઘીના નામે નકલી ઘીનું વેચાણ થઇ રહ્યું છે. તથા પોલીસે માહિતીના આધારે છાપો મારી કૌભાંડ ઝડપી પાડ્યું છે. સોયાબીન ઓઈલ અને વેજિટેબલ ઓઈલમાં ઘી બનાવવાનું એસેન્સ ભેળવી નકલી ઘી બનાવાતુ હતુ. તથા લસકાણા પોલીસ અને પાલિકાના આરોગ્ય અને ફૂડ સેફ્ટી ઓફિસરો સંયુક્ત રીતે છાપો માર્યો છે.

રાજ્યમાં માવઠા બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો

રાજ્યમાં માવઠા બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. જેમાં છેલ્લા બે દિવસમાં રાજ્યમાં કડકડતી ઠંડી છે. તેમાં અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ છે. તથા સુસવાટાભર્યા પવનો સાથે વાતાવરણ ઠંડુગાર બન્યુ છે. રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે થયો છે. સવારના સમયે અમદાવાદ શહેરમાં 13 ડિગ્રી તાાપમાન, નલિયામાં 8 ડિગ્રી અને રાજકોટમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ભુજમાં 11, ગાંધીનગર અને દાહોદમાં 12 ડિગ્રી ઠંડીનો પારો તથા વડોદરા, ભાવનગર અને સુરતમાં તાપમાન 15 ડિગ્રી રહ્યું છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટની મુલાકાતે

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટની મુલાકાતે છે. જેમાં વડાપ્રધાન મોદીના રાજકોટ પ્રવાસને લઈ બેઠક યોજશે. વડાપ્રધાન મોદીના સંભવિત રોડ શો અંગે ચર્ચા કરશે. તથા વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની તૈયારીઓ અંગે ચર્ચા થશે. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાશે. તથા સૌરાષ્ટ્ર કચ્છના ઔદ્ધોગિક એસો.ના આયોજકો સાથે બેઠક કરશે. તથા રિજનલ કોન્ફરન્સના આયોજકો સાથે DyCM બેઠક યોજશે.

બગદાણાના 'બખેડા'માં આગામી કલાકો મહત્વના!

બગદાણાના 'બખેડા'માં આગામી કલાકો મહત્વના! મોટાપાયે બંધબારણે બેઠકો ચાલી રહી હોવાની વાત છે. કોળી સમાજના આગેવાનો ગાંધીનગર ન્યાય માટે જશે. તથા કોળી સમાજના આગેવાનો DyCM હર્ષભાઈને મળશે. મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, MLA હીરાભાઈ રજૂઆત કરશે. સમાધાનની શક્યતા અંગે પણ ચર્ચા થઈ રહી છે તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

Tags :
Advertisement

.

×