Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat News : આજે 8 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : રાજકોટમાં સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે તથા 1000 વર્ષની અતૂટ આસ્થાનું મહાપર્વ 'સોમનાથ સ્વાભિમાન પર્વ' તેમજ યાત્રાધામ શામળાજીમાં શામળાજી મહોત્સવનું આયોજન છે. 8 અને 9 તારીખે શામળાજી મહોત્સવ યોજાશે તથા ગીર સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વ-2026ની 8થી 10 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ઉજવણી કરાશે તથા બગદાણાના સેવક નવનીતભાઈ પર હુમલાને લઈ ભારે રોષ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
gujarat news   આજે 8 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 8 જાન્યુઆરી 2026 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : રાજકોટમાં સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે તથા 1000 વર્ષની અતૂટ આસ્થાનું મહાપર્વ 'સોમનાથ સ્વાભિમાન પર્વ' તેમજ યાત્રાધામ શામળાજીમાં શામળાજી મહોત્સવનું આયોજન છે. 8 અને 9 તારીખે શામળાજી મહોત્સવ યોજાશે તથા ગીર સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વ-2026ની 8થી 10 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ઉજવણી કરાશે તથા બગદાણાના સેવક નવનીતભાઈ પર હુમલાને લઈ ભારે રોષ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

રાજકોટમાં સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે

રાજકોટમાં સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે. જેમાં સોમનાથ મહાદેવ ખાતે હિન્દુ સંસ્કૃતિનું ઘણું મહત્વ છે. મંદિરના જીર્ણોધ્ધારને 75 વર્ષ થયાં છે. સોમનાથ મંદિર પર જે હુમલો થયો અને 1000 વર્ષ થયાં જેની રક્ષા કાજે ઘણા વિરોએ બલિદાન આપ્યા છે. ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો ટકાવી રાખવાની જહેમત ઉઠાવી હતી. રાજકોટથી સોમનાથ જવા માટે ચાર દિવસ માટે આજથી ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજકોટમાંથી આજે પ્રથમ ટ્રેન રવાના કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ 11 તારીખે સોમનાથ ખાતે પહોંચી ભગવાન મહાદેવ સામે શીશ ઝુકાવી તેમના દર્શનો લાભ મેળવશે.

Advertisement

1000 વર્ષની અતૂટ આસ્થાનું મહાપર્વ 'સોમનાથ સ્વાભિમાન પર્વ'

1000 વર્ષની અતૂટ આસ્થાનું મહાપર્વ 'સોમનાથ સ્વાભિમાન પર્વ' છે. ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિર CM પૂજા-અર્ચના કરશે. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા હાજર રહેશે. ધોળેશ્વર મહાદેવ મંદિરે 72 કલાકના ધૂન- કીર્તનનો પ્રારંભ કરાશે.

યાત્રાધામ શામળાજીમાં શામળાજી મહોત્સવનું આયોજન

યાત્રાધામ શામળાજીમાં શામળાજી મહોત્સવનું આયોજન છે. 8 અને 9 તારીખે શામળાજી મહોત્સવ યોજાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ યાત્રાધામ શામળાજી આવશે. 9 તારીખે શામળાજી મહોત્સવમાં હાજરી આપશે. સિંગર કિંજલ દવે અને ઓસમાન મીર સુર રેલાવશે. અરવલ્લી વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે.

11 જાન્યુઆરીએ PM મોદી એક બેઠકને સંબોધિત કરશે

ગીર સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વ-2026ની 8થી 10 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ઉજવણી કરાશે. સોમનાથ મંદિરે 24 કલાક "ઓમકારનાથ"નો જાપ કરાશે. 10 જાન્યુઆરીએ સોમનાથ ટ્રસ્ટની એક મહત્વની બેઠક છે. જેમાં 11 જાન્યુઆરીએ PM મોદી સોમનાથ મહાદેવના દર્શન કરશે. તથા 11 જાન્યુઆરીએ PM મોદી એક બેઠકને સંબોધિત કરશે.

બગદાણાના સેવક નવનીતભાઈ પર હુમલાને લઈ ભારે રોષ

બગદાણાના સેવક નવનીતભાઈ પર હુમલાને લઈ ભારે રોષ છે. સુરતથી કોળી સમાજના લોકો બગદાણા પહોંચશે. સુરત, ઓલપાડ અને કિમથી મોટી સંખ્યામાં લોકો નીકળ્યા છે. સુરતમાંથી 100થી વધુ કોળી સમાજના લોકો રવાના થયા છે. બગદાણાના સેવક નવનીતની હોસ્પિટલમાં મુલાકાત કરશે. સમાજના લોકો ખબર અંતર પૂછી બાપા સીતારામ ધામ જશે. પોલીસ અધિકારીને મળી શાંતિપૂર્ણ રીતે રજુઆત કરશે. યુવા કોળી સમાજ એકતા સંગઠન દ્વારા રજુઆત કરાશે. ઘટનાની તટસ્થ તપાસ કરવા સમાજના અગ્રણીઓની માંગ છે.
તપાસના અંતે કાર્યવાહી નહી થાય તો ઉગ્ર આંદોલનની તૈયારી છે.

અંકલેશ્વરના ગડખોલ ઐય્યપ્પા ટેમ્પલ પાસે આખલાનો આતંક જોવા મળ્યો

અંકલેશ્વરના ગડખોલ ઐય્યપ્પા ટેમ્પલ પાસે આખલાનો આતંક જોવા મળ્યો છે. ગત 26 ડિસેમ્બરના રોજ બનેલી ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આખલાના આતંકથી 5 વ્યક્તિને ઇજા, એકની સ્થિતિ ગંભીર હતી. ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણવા જોગ નોંધાવી હતી. મંદિરમાં દર્શને આવતા દંપતી રીક્ષામાંથી ઉતારતા જ હુમલો કર્યો હતો. બચાવવા પડેલા ઈસમોને પણ અડફેટે લીઘો છે તથા CCTVમાં ઘટના કેદ થઇ છે.

Tags :
Advertisement

.

×