Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat News : આજે 10 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વમાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે તેમજ મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લવાયા તથા સોમનાથથી સરહદ સુધી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો ગુંજરાવ તથા સુરતના દેલાડવા ગામ પાસે નવજાત બાળકી મળી આવી છે. તળાવની પાળ પાસે કડકડતી ઠંડીમાં બાળકી ત્યજી દેવાઈ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
gujarat news   આજે 10 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 10 જાન્યુઆરી 2026 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વમાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે તેમજ મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લવાયા તથા સોમનાથથી સરહદ સુધી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો ગુંજરાવ તથા સુરતના દેલાડવા ગામ પાસે નવજાત બાળકી મળી આવી છે. તળાવની પાળ પાસે કડકડતી ઠંડીમાં બાળકી ત્યજી દેવાઈ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વમાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો

સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વમાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. સોમનાથ ખાતે ત્રણ હજાર ડ્રોનનો સૌથી મોટો ડ્રોન શો યોજાશે. સોમનાથ મંદિર પર ડ્રોનનો અદ્દભૂત નજારો જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં ડ્રોન સોમનાથ મંદિર પર જોવા મળ્યા છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે છે. PM આજે કેશોદ એરપોર્ટ અને ત્યાંથી સોમનાથ પહોંચશે. PM મોદી સોમનાથમાં ઓમકાર જાપમાં ભાગ લેશે. PM મોદી સોમનાથ મંદિરમાં ડ્રોન શોમાં નિહાળશે. તથા 11 અને 12 જાન્યુઆરીએ ગાંધીનગરમાં બે કાર્યક્રમ યોજાશે. PM મોદી 5.5 કિમીના મેટ્રો ફેજને લીલી ઝંડી આપશે. ગાંધીનગરના સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ફેજ છે. ગાંધીનગર રાજભવન ખાતે PM મોદી રાત્રિ રોકાણ કરશે. તથા 12મી જાન્યુ. જર્મનીના ચાન્સલર સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે.

મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લવાયા

મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લવાયા છે. છેલ્લા એક મહિનાથી ભારતીય નાગરિકો ફસાયેલા હતા. ભારત સરકાર અને વિદેશ મંત્રાલયની સફળ કામગીરી છે. વડોદરાના ગુંજન શાહ સહિત તમામ લોકો સ્વદેશ પરત ફર્યા છે. ગુંજન શાહ ઈન્ડિગો ફ્લાઈટથી દિલ્હીથી વડોદરા પહોંચશે. ગુંજન શાહના પરિવારજનોમાં આનંદ અને રાહતનો માહોલ છે. સ્વજનોમાં સુરક્ષિત પરત ફરતા ખુશીની લાગણી છવાઈ છે. ગુંજન શાહના પરિવારે મીઠાઈ ખવડાવી ખુશી મનાવી છે.

જામનગરમાં સોમનાથ સ્વાભિમાન પર્વમાં શિવભક્તો તલ્લીન થયા

જામનગરમાં સોમનાથ સ્વાભિમાન પર્વમાં શિવભક્તો તલ્લીન થયા છે. જેમાં જિલ્લાભરમાં સનાતન સંસ્કૃતિની અખંડ પરંપરાનું જીવંત પ્રતિબિંબ છે. સોયલ ગામે મોડી રાત્રે શિવધૂનમાં સાંસદ પૂનમબેન માડમ જોડાયા છે. સોયલેશ્વર મહાદેવ મંદિરે 72 કલાકના અખંડ ઓમકાર નાદના જાપ થયા છે. કાલાવડ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા પણ સાંસદ સાથે જોડાયા છે. શિવાલયોમાં મહા આરતી અને દીપોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે.

સોમનાથથી સરહદ સુધી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો ગુંજરાવ

સોમનાથથી સરહદ સુધી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો ગુંજરાવ છે. ભારત-પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં ઓમકારનો નાદ ગાજ્યો છે. વડાપ્રધાનની સોમનાથ યાત્રાના પાવન સંદર્ભે ધાર્મિક ઉલ્લાસ છે. મુળેશ્વર મંદિર ખાતેથી ઓમકાર નાદનું ઉચ્ચારણ થયુ છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં ઓમકાર નાદ થયો છે. રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિ સાથે સરહદી વિસ્તારમાં આધ્યાત્મિક શક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ.

સુરતના દેલાડવા ગામ પાસે નવજાત બાળકી મળી આવી

સુરતના દેલાડવા ગામ પાસે નવજાત બાળકી મળી આવી છે. તળાવની પાળ પાસે કડકડતી ઠંડીમાં બાળકી ત્યજી દેવાઈ છે. બાળકીના રડવાનો અવાજ સાંભળી લોકટોળું એકત્ર થયુ છે. જેમાં ખેડૂત હાર્દિક પટેલને તેના મિત્ર વિપુલ પટેલે જાણ કરી હતી. છઠ્ઠી જાન્યુઆરીએ રાત્રિના 10 વાગ્યે માસુમ નવજાત મળી આવી છે. ખેડૂત હાર્દિક પટેલે પોલીસ કંટ્રોલરૂમ અને 108ને જાણ કરી હતી.

Tags :
Advertisement

.

×