Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 1 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો તથા થરા માર્કેટ યાર્ડની ચૂંટણીનું આજે પરિણામ છે
gujarati top news   આજે 1 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 1 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો તથા થરા માર્કેટ યાર્ડની ચૂંટણીનું આજે પરિણામ છે. ગઈકાલે રસાકસી પૂર્ણ મતદાન થયું હતું. પૂર્વ ચેરમેન અણદા પટેલે અલગ પેનલ ઉભી રાખી હતી તેમજ રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી તથા કેદારનાથ જઈ રહેલા મિત્રોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ છે. ગાંધીનગરથી કેદારનાથ 4 મિત્રો જઈ રહ્યા હતા. યુપીમાં તેઓની ગાડી અકસ્માતનો ભોગ બની હતી જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ શરૂ

જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. માણાવદરમાં 3 ઇંચ, વંથલીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમાં વિસાવદરમાં 1 અને મેંદરડામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે.

Advertisement

થરા માર્કેટ યાર્ડની ચૂંટણીનું આજે પરિણામ

થરા માર્કેટ યાર્ડની ચૂંટણીનું આજે પરિણામ છે. ગઈકાલે રસાકસી પૂર્ણ મતદાન થયું હતું. પૂર્વ ચેરમેન અણદા પટેલે અલગ પેનલ ઉભી રાખી હતી. અણદા પટેલને ભાજપે મેન્ડેટ ન આપતા અલગ પેનલ બનાવી હતી. જેમાં બનાસ ડેરીના ડિરેક્ટર અણદા પટેલનો ભાજપ સામે બળવો છે.

રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી

રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. તથા અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય છે. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.

કેદારનાથ જઈ રહેલા મિત્રોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ

કેદારનાથ જઈ રહેલા મિત્રોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ છે. ગાંધીનગરથી કેદારનાથ 4 મિત્રો જઈ રહ્યા હતા. યુપીમાં તેઓની ગાડી અકસ્માતનો ભોગ બની હતી. મુઝફ્ફરનગરમાં કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ગાડી 20 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી નીચે પડી હતી. જેમાં અકસ્માતમાં 4 મિત્રોના ઘટનાસ્થળે જ મોત થયા છે. તથા અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

Tags :
Advertisement

.

×