Gujarati Top News : આજે 16 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 16 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : રાજકોટ RDC બેંકના પદાધિકારીઓની મુદત પૂર્ણ થઇ છે. જેમાં ચૂંટણી યોજાવાને બદલે એક વર્ષ મુદ્દત વધારવા પત્ર લખાયો તથા રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર થઇ છે. સૌરાષ્ટ્ર ઝોન FRC કમિટીના ચેરમેનની નિમણૂક કરાઈ છે તેમજ ગાંધીનગરમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ થશે. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી શપથ લેવડાવશે તથા ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. જેમાં રાજ્યભરમાં બ્રિજની ચકાસણીને લઈને સમીક્ષા થશે તેમજ જામનગરમાં અદાણી કંપનીની સતાવાર એન્ટ્રી થઇ છે. અદાણી-જામસાહેબની મુલાકાતને લઈ ચર્ચાઓ જાગી હતી આ સાથેના વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
રાજકોટ RDC બેંકના પદાધિકારીઓની મુદત પૂર્ણ થઇ
રાજકોટ RDC બેંકના પદાધિકારીઓની મુદત પૂર્ણ થઇ છે. ચૂંટણી યોજાવાને બદલે એક વર્ષ મુદ્દત વધારવા પત્ર લખાયો છે. રજિસ્ટ્રાર દ્વારા ચૂંટણી યોજવા માટે કલેક્ટરને દરખાસ્ત કરવાની હોય છે. પરંતુ રજિસ્ટ્રાર દ્વારા સહકાર વિભાગમાં મુદ્દત વધારવા મંજૂરી માંગી છે. જોકે ચૂંટણી જાહેર કરવાને બદલે મુદ્દત વધારો માંગતા ભાજપ કાર્યકરોમાં અંદરખાને ચર્ચા થઇ રહી છે. RDC બેંકમાં જયેશ રાદડિયા ચેરમેન તરીકે છે. ત્યારે રાજકોટ જિલ્લામાં સહકારમાં જયેશ રાદડિયાનો દબદબો છે.
રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર થઇ
રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર થઇ છે. સૌરાષ્ટ્ર ઝોન FRC કમિટીના ચેરમેનની નિમણૂક કરાઈ છે. તેમાં 5 મહિનાથી ખાલી પડેલ ચેરમેનની જગ્યા અંતે ભરાઈ છે. તાપીના નિવૃત જજ નરેન્દ્ર પીઠવાની ચેરમેન તરીકે નિમણૂક કરાઇ છે. 650 જેટલી શાળા ફી નક્કી કરવા ટલ્લે ચડેલી કામગીરી આગળ વધશે. તથા કોંગ્રેસ અને NSUI દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેક બાદ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.
ગાંધીનગરમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ થશે
ગાંધીનગરમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ થશે. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી શપથ લેવડાવશે. તેમજ ગોપાલ ઈટાલિયા ધારાસભ્ય પદના શપથ લેશે. તથા રાજેન્દ્ર ચાવડા કડીના ધારાસભ્ય પદના શપથ પણ લેશે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે
ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. જેમાં રાજ્યભરમાં બ્રિજની ચકાસણીને લઈને સમીક્ષા થશે. રાજ્યમાં રસ્તા-બ્રિજની મરામતને લઈ પણ ચર્ચા થશે. રાજ્યમાં વરસાદ અને ડેમની સ્થિતિ અંગે ચર્ચા થશે. નીતિ વિષયક નિર્ણયોને લઈને પણ મંથન થશે.
જામનગરમાં અદાણી કંપનીની સતાવાર એન્ટ્રી થઇ
જામનગરમાં અદાણી કંપનીની સતાવાર એન્ટ્રી થઇ છે. અદાણી-જામસાહેબની મુલાકાતને લઈ ચર્ચાઓ જાગી હતી. તેમાં બંને ભાગીદારીમાં સંયુક્ત સાહસ કરે એવી અટકળો છે. જોરદાર ચર્ચાઓ વચ્ચે જામ સાહેબે ખુલાસો કર્યો છે. જામ સાહેબે જણાવ્યું છે કે અદાણી સાથે બિઝનેશ મારા માટે કીડી-હાથી જેવી વાત છે. હું ધંધાર્થી વ્યક્તિ નથી. અદાણીએ જામનગરને ડેવલપ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અદાણી જામનગરને મારા સ્વપ્ન મુજબ સુંદર બનાવશે. અદાણી જામનગરને પેરિસ ઓફ ઇન્ડિયા બનાવી દે.