ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarati Top News : આજે 20 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલને પ્રદેશ અધ્યક્ષનું સુકાન સંભાળતા આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે
07:18 AM Jul 20, 2025 IST | SANJAY
નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલને પ્રદેશ અધ્યક્ષનું સુકાન સંભાળતા આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે
Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

આજે 20 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલને પ્રદેશ અધ્યક્ષનું સુકાન સંભાળતા આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે તેમજ અમદાવાદના બગોદરામાં સામૂહિક આપઘાતની ઘટના બની છે. જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આપઘાત કર્યો તથા પંચમહાલના કાલોલ ખાતે નવનિર્મિત કોર્ટ ભવનનું લોકાર્પણ થશે. જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે તેમજ દામોદરકુંડની ગંદકીને લઈને કોંગ્રેસનો અનોખો વિરોધ સામે આવ્યો છે. જેમાં જૂનાગઢના દામોદરકુંડમાં ગંદકીને લઈ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે તથા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઇડરની મુલાકતે છે. સાથે જ ઇડર તાલુકાના ઝીંઝવા ગામના યુવકના ઘરે જશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

સી.આર.પાટીલને પ્રદેશ અધ્યક્ષનું સુકાન સંભાળતા આજે પાંચ વર્ષ પૂર્ણ થયા

નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલને પ્રદેશ અધ્યક્ષનું સુકાન સંભાળતા આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે. નેતૃત્વ વિઝન સાથે જોડાય છે, ત્યારે સફળતાનો એક નવો અધ્યાય લખાય છે. પાંચ વર્ષ પહેલા ગુજરાતમાં ભાજપના ભવિષ્યને નવી દિશા આપવા માટે એક નામ દક્ષિણ ગુજરાતથી આગળ આવ્યું અને તે ચહેરો એટલે સંગઠન શક્તિના પ્રણેતા સી.આર. પાટીલ.

અમદાવાદના બગોદરામાં સામૂહિક આપઘાતની ઘટના બની

અમદાવાદના બગોદરામાં સામૂહિક આપઘાતની ઘટના બની છે. જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આપઘાત કર્યો છે. તેમાં બગોદરા બસસ્ટેશનની બાજુની ઓરડીમાં ઘટના બની છે. જેમાં ધોળકાના વતની અને બગોદરા ગામે ભાડે રહેતા હતા. મૃતક રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. તથા પતિ-પત્ની, બે દીકરી અને એક દીકરાએ આપઘાત કરતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. તથા અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. ત્યારે ગ્રામ્ય SOG, LCB સહિતની ટીમે તપાસ હાથ ધરી છે.

પંચમહાલના કાલોલ ખાતે નવનિર્મિત કોર્ટ ભવનનું લોકાર્પણ થશે

પંચમહાલના કાલોલ ખાતે નવનિર્મિત કોર્ટ ભવનનું લોકાર્પણ થશે. જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં ડિસ્ટ્રિકટ જજ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

દામોદરકુંડની ગંદકીને લઈને કોંગ્રેસનો અનોખો વિરોધ સામે આવ્યો

દામોદરકુંડની ગંદકીને લઈને કોંગ્રેસનો અનોખો વિરોધ સામે આવ્યો છે. જેમાં જૂનાગઢના દામોદરકુંડમાં ગંદકીને લઈ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે. તથા દામોદર કુંડના પાણીનું ચરણામૃત લેવા આહવાન કર્યુ છે. કલેક્ટર, મનપા કમિશનર, ભાજપના હોદેદારોને આવવા આહવાન છે. કુંડની પવિત્રતા જાળવવા કોંગ્રેસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઇડરની મુલાકતે

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઇડરની મુલાકતે છે. સાથે જ ઇડર તાલુકાના ઝીંઝવા ગામના યુવકના ઘરે જશે. તેમજ શ્રદ્ધાંજલિ અર્પી પરિવાર સાથે વાર્તાલાપ કરશે.

આ પણ વાંચો: Rashifal 20 July 2025 : આ રાશિના લોકો માટે આજનો દિવસ સુખદ અને લાભદાયી રહેશે, શુભ યોગનો મળશે લાભ

Tags :
Gujarat FirstGujarat NewsGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article