Gujarati Top News : આજે 23 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 23 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : CM ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળશે. જેમાં ગાંધીનગરમાં સવારે 10 કલાકે કેબિનેટની બેઠક મળશે તથા બિસ્માર રોડ, રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થશે. શહેર ટ્રાફિક પોલીસ એક્શન ટેકન રિપોર્ટ રજુ કરશે તેમજ મોરબીના શનાળા ગામ નજીક લૂંટની ઘટના બની છે. જેમાં કરિયાણાના વેપારી પાસેથી સાડા ત્રણ લાખ ભરેલ થેલાની લૂંટ ચલાવી અજાણ્યો ઇસમ ફરાર તથા અરવલ્લીના મોડાસામાં આમ આદમી પાર્ટીની મહાપંચાયત યોજાશે. જેમાં ખેડૂતો અને પશુપાલકોને આકર્ષવા મહાપંચાયતનું આયોજન તેમજ ગીર સોમનાથના વેરાવળમાં ખાનગી કંપની સામે રોષ છે. જેમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ કંપની સામે સ્થાનિકોમાં આક્રોશ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
CM ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળશે
CM ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળશે. જેમાં ગાંધીનગરમાં સવારે 10 કલાકે કેબિનેટની બેઠક મળશે. બ્રિજના સર્વે બાદની સ્થિતિ પર કેબિનેટમાં સમીક્ષા થશે. CMની સૂચના બાદ થયેલા રોડના કામોની સમીક્ષા કરાશે. રાજ્યમાં જળાશયોની સ્થિતિ, વરસાદને લઈને સમીક્ષા થશે. રાજ્યમાં ખરીફ પાકના વાવેતર, ખાતરની તંગી અંગે સમીક્ષા થશે.
બિસ્માર રોડ, રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થશે
બિસ્માર રોડ, રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થશે. શહેર ટ્રાફિક પોલીસ એક્શન ટેકન રિપોર્ટ રજુ કરશે. અમદાવાદ મનપા એક સપ્તાહનો એક્શન ટેકન રિપોર્ટ રજુ કરશે. રિપોર્ટના આધારે હાઈકોર્ટ મહત્વનો હુકમ કરી શકે છે. અગાઉ સુનાવણીમાં હાઈકોર્ટે દિશા-નિર્દેશ કર્યો હતો.
મોરબીના શનાળા ગામ નજીક લૂંટની ઘટના બની
મોરબીના શનાળા ગામ નજીક લૂંટની ઘટના બની છે. જેમાં કરિયાણાના વેપારી પાસેથી સાડા ત્રણ લાખ ભરેલ થેલાની લૂંટ ચલાવી અજાણ્યો ઇસમ ફરાર થયા છે. એલસીબી, એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે. પોલીસે સીસીટીવી ચેક કરવા સહિત વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. તેમાં ભોગ બનનારની ફરિયાદ નોંધવા પોલીસે તપાસ હાથ ધરી છે.
અરવલ્લીના મોડાસામાં આમ આદમી પાર્ટીની મહાપંચાયત યોજાશે
અરવલ્લીના મોડાસામાં આમ આદમી પાર્ટીની મહાપંચાયત યોજાશે. જેમાં ખેડૂતો અને પશુપાલકોને આકર્ષવા મહાપંચાયતનું આયોજન છે. સાબરડેરીના પશુપાલકોના સમર્થનમાં AAPએ આયોજન કર્યું છે. તેમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન મહાપંચાયતમાં હાજર
રહેશે.
ગીર સોમનાથના વેરાવળમાં ખાનગી કંપની સામે રોષ
ગીર સોમનાથના વેરાવળમાં ખાનગી કંપની સામે રોષ છે. જેમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ કંપની સામે સ્થાનિકોમાં આક્રોશ છે. ખોટી રીતે ગેસ પ્લાન્ટનું કામ થયાનો સ્થાનિકોનો દાવો છે. ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝનું યુનિટ વેરાવળમાં આવેલું છે તથા ઈન્ડિયન રેયોન નામથી ગ્રાસિમ ઈન્ડ.નું યુનિટ આવેલું છે. મંજૂરી વિના જ ગેસ પ્લાન્ટ ઉભો કરાતો હોવાનો આરોપ છે. કંપનીએ પ્લાન નંબર વિના જ ગેસના ટેન્ક ઉભા કર્યા છે. તેમજ ગેસ ભરવાનું કામ પણ ગુપ્ત રીતે ચાલતું હોવાનો આરોપ છે. આરોગ્ય, પર્યાવરણને મોટું નુકસાન થવાની સ્થાનિકોને ભીતિ છે. તેથી કલેક્ટર સહિતના અનેક અધિકારીઓને રજુઆત કરી ચુક્યા છે. તથા તાત્કાલિક કામ બંધ ન કરાવાય તો આંદોલનની સ્થાનિકોની ચીમકી છે.