Gujarati Top News : આજે 24 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 24 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છને વિકાસભેટ આપશે. જેમાં કચ્છના ગાંધીધામમાં ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાને વિકાસની ભેટ આપશે. જેમાં રૂપિયા 358 કરોડના વિકાસકાર્યોને CM લીલીઝંડી આપશે. પાટનગર ગાંધીનગરમાં 2 દિવસનો પાણીકાપ અપાયો છે. જેમાં ગાંધીનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં પાણીકાપ રહેશે તથા અમદાવાદમાં નર્સિંગ કોલેજના વાઈસ પ્રિન્સીપાલની ધરપકડ થઇ છે. શુભમ નર્સિંગ કોલેજના વાઈસ પ્રિન્સીપાલ સૂચિ રાયની ધરપકડ કરાઇ તેમજ અંબાજીથી દાંતા હાઈવે પર ટ્રક પલટી ગઇ છે. જેમાં અંબાજીથી માર્બલનો પાઉડર ભરીને ટ્રક જતો હતો જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છને વિકાસભેટ આપશે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છને વિકાસભેટ આપશે. જેમાં કચ્છના ગાંધીધામમાં ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. તેમાં પોલીસ વિભાગના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-ઉદ્ઘાટન કરશે. સિણાય ખાતે હર્ષભાઈ સંઘવી લોક દરબાર યોજશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાને વિકાસની ભેટ આપશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાને વિકાસની ભેટ આપશે. જેમાં રૂપિયા 358 કરોડના વિકાસકાર્યોને CM લીલીઝંડી આપશે. તથા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરશે. જેમાં સુઈગામમાં અદ્યતન બસ સ્ટેશનનું પણ CM ઉદ્ઘાટન કરશે. તથા નડાબેટ ખાતે સેનાના જવાનો સાથે મુખ્યમંત્રી સંવાદ કરશે. તેમજ CM ભૂપેન્દ્ર પટેલ નડેશ્વરી માતાના મંદિરે શીશ ઝુકાવશે.
પાટનગર ગાંધીનગરમાં 2 દિવસનો પાણીકાપ અપાયો
પાટનગર ગાંધીનગરમાં 2 દિવસનો પાણીકાપ અપાયો છે. જેમાં ગાંધીનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં પાણીકાપ રહેશે. સેક્ટર 1થી 30 અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીકાપ કરવામાં આવ્યો છે. 25 અને 26 જુલાઈ એમ બે દિવસ પાણી મળશે નહીં. જેમાં નભોઈ વોટર સ્ટેશનમાં કામગીરીને પગલે પાણીકાપ આપવામાં આવ્યો છે. નવા WTPના જોડાણ પણ કરવાના રહેશે.
અમદાવાદમાં નર્સિંગ કોલેજના વાઈસ પ્રિન્સીપાલની ધરપકડ થઇ
અમદાવાદમાં નર્સિંગ કોલેજના વાઈસ પ્રિન્સીપાલની ધરપકડ થઇ છે. શુભમ નર્સિંગ કોલેજના વાઈસ પ્રિન્સીપાલ સૂચિ રાયની ધરપકડ કરાઇ છે. તેમાં સૂચિ રાય નામના વાઈસ પ્રિન્સીપાલ પર ચોરી કરવાનો આરોપ છે. કોલેજમાંથી રૂપિયા 8 લાખ રૂપિયાની ચોરીનો આરોપ છે. તેમાં પોલીસે બે લાખ રૂપિયાની રોકડ રકમ રિકવર કરી છે.
અંબાજીથી દાંતા હાઈવે પર ટ્રક પલટી ગઇ
અંબાજીથી દાંતા હાઈવે પર ટ્રક પલટી ગઇ છે. જેમાં અંબાજીથી માર્બલનો પાઉડર ભરીને ટ્રક જતો હતો. તેમાં બ્રેક ફેઈલ થતાં ટ્રક પટલી ગયો હતો. ત્રિશુલિયા ઘાટીના હનુમાનજી મંદિર પાસે આ ઘટના બની છે. ડ્રાઈવરને ગંભીર હાલતમાં દાંતા સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.