ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarati Top News : આજે 28 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

ખેડાના નડિયાદમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું તથા ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ
07:42 AM Jul 28, 2025 IST | SANJAY
ખેડાના નડિયાદમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું તથા ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ
Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

આજે 28 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં શ્રીકાર વર્ષા થઇ છે. જેમાં ખેડાના નડિયાદમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું તથા ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેમાં આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતા છે તથા પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. જેમાં અમદાવાદમાં શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી તેમજ રાજકોટમાં રાજદીપસિંહ જાડેજાની સોશિયલ મીડિયામાં પોસ્ટ આવી છે. જેમાં પીન્ટુ ખાટડીના સપોર્ટમાં પોસ્ટ મૂકવામાં આવી અને ખેડામાં 24 કલાકમાં ધોધમાર 9 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં નડિયાદ અને મહેમદાવાદમાં 9 ઈંચ વરસાદ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં શ્રીકાર વર્ષા થઇ

24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં શ્રીકાર વર્ષા થઇ છે. જેમાં ખેડાના નડિયાદમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. તેમાં નડિયાદમાં 24 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. તથા અમદાવાદના દસ્ક્રોઈમાં પણ 24 કલાકમાં 10 ઈંચ, મહેમદાવાદમાં 9 ઈંચ અને માતરમાં 8 ઈંચ વરસાદ છે. તથા મહુધામાં 7 ઈંચ, કઠલાલ અને ઉમરેઠમાં 6 ઈંચ, સાણંદ, ખેડા અને બાવળામાં ખાબક્યો 5 ઈંચ વરસાદ તથથા ધોળકા, ગળતેશ્વર, વઘઈ, સુબિરમાં 4 ઈંચ વરસાદ અને બોરસદ, ભીલોડા, આણંદ, પાટણમાં 3 ઈંચ વરસાદ છે. તથા ભાભર, બોડેલી, જાંબુઘોડા, ઠાસરા, ડેસરમાં 3 ઈંચ સાથે વાંસદા, કપડવંજ, કાંકરેજ, ગોધરા, ડાંગ, સોજિત્રામાં પણ 3 ઈંચ છે. તેમજ પાવી જેતપુર, અમદાવાદ શહેર, સિદ્ધપુરમાં 2 ઈંચ સાથે 28 તાલુકામાં 2 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. જેમાં રાજ્યના 68 તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ

ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેમાં આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતા છે. તેમાં ઉત્તર ગુજરાતમાં ફરી જોરદાર વરસાદ પડી શકે છે. તથા દક્ષિણ ગુજરાતમાં દમદાર વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે. તથા મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર

પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. જેમાં અમદાવાદમાં શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી છે. જેમાં બિલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તો વહેલી સવારથી ઉમટ્યા છે. સોમવારે શિવજીની વિશેષ ભક્તિ કરાય છે. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે
જામનગરના કાશી વિશ્વનાથ મંદિરે ભક્તોની ભીડ જામી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ કાશી વિશ્વનાથ મંદિરે પહોચ્યું છે. શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજ્યો છે. વહેલી સવારથી ભાવિકો શિવાલયોમાં ઉમટ્યા છે. દૂધ, પંચામૃત, બિલ્વપત્ર સાથે ભક્તો શિવાલયમાં જોવા મળ્યા છે. કાશી વિશ્વનાથ મંદિરે ભાવિકોની અનોખી ભક્તિ છે.

રાજકોટમાં રાજદીપસિંહ જાડેજાની સોશિયલ મીડિયામાં પોસ્ટ આવી

રાજકોટમાં રાજદીપસિંહ જાડેજાની સોશિયલ મીડિયામાં પોસ્ટ આવી છે. જેમાં પીન્ટુ ખાટડીના સપોર્ટમાં પોસ્ટ મૂકવામાં આવી છે. તેમાં પોસ્ટમાં કેટલા લોકો પિન્ટુભાઈના સપોર્ટ છે લાઈક કરવાનો પોસ્ટમાં ઉલ્લેખ છે. તાજેરમાં હાર્દિકસિંહ જાડેજા દ્વારા રીબડા પેટ્રોલપંપમાં ફાયરિંગ કરાવ્યાની જવાબદારી પણ સ્વીકારી હતી. પીન્ટુ ખાટડી ઘરની રેકીનો વીડિયો પણ વાયરલ થયો હતો. તથા હાર્દિકસિંહ ધમકી ભર્યો મેસેજ પણ લખ્યો હતો. તેની વચ્ચે હવે પીન્ટુ સપોર્ટ કરતી પોસ્ટર રાજદીપસિંહ રીબડાએ મૂકી છે. જોકે ફાયરિંગ બાદ ધમકીઓના મેસેજથી ફરી ગેંગ વોર રાજકોટમાં ચાલુ થાય તો નવાઈ નહીં.

ખેડામાં 24 કલાકમાં ધોધમાર 9 ઈંચ વરસાદ વરસ્યો છે

ખેડામાં 24 કલાકમાં ધોધમાર 9 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં નડિયાદ અને મહેમદાવાદમાં 9 ઈંચ વરસાદ છે. વસો અને મહુધામાં 6 ઈંચ, કઠલાલમાં 5 ઈંચ વરસાદ તથા ખેડા તાલુકામાં પણ 5 ઈંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે કલેક્ટરનો આદેશ છે. તમામ શાળા-કોલેજ બંધ રાખવા કલેક્ટરની સૂચના છે. ભારે વરસાદની આગાહીના કારણે આદેશ આપવામાં આવ્યો છે. નડિયાદમાં વરસાદના કારણે 4 ગરનાળા બંધ થયા છે. ખેડામાં વરસાદના કારણે કેટલાક રસ્તા બંધ થયા છે. મહુધાના 6, ખેડાના 5 રસ્તા બંધ કરાયા છે. તથા મહેમદાવાદના 3, ઠાસરાના 2 રસ્તા બંધ તેમજ કપડવંજ, કઠલાલ અને ગળતેશ્વરનો 1 રસ્તો બંધ છે.

આ પણ વાંચો: Rashifal 28 July 2025: વસુમાન યોગથી આ રાશિના લોકોને મળશે ધન, થશે મનની ઈચ્છા પૂર્ણ

Tags :
Gujarat FirstGujarat NewsGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article