Gujarati Top News : આજે 29 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 29 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બંગાળના ઉપસાગરમાંથી ભેજ વરસાદ લાવશે તથા આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં ફરી જોરદાર વરસાદ પડી શકે છે તેમજ ગાંધીનગરમાં સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાશે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સમારોહ યોજાશે તથા ગોધરાના હાલોલ શામળાજી હાઇવે પર મોટો ખાડો પડ્યો છે. જેમાં કોટડા નજીક માર્ગની વચ્ચે મોટો ખાડો પડતાં વાહનોને ભારે નુકસાન થયુ તેમજ કચ્છ દુધઈમાં બનેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. જેમાં ગણતરીની કલાકોમાં આરોપી દબોચાઈ ગયા જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બંગાળના ઉપસાગરમાંથી ભેજ વરસાદ લાવશે. 3 ઓગસ્ટથી મોટા ફોરાનો વરસાદ પડી શકે છે. 6થી 10 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે. જેમાં 18થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ આવશે. તથા 23 ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડે તેવી શક્યતા છે. ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે. તથા 3 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડશે. તથા સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડશે.
આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતા
આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં ફરી જોરદાર વરસાદ પડી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં દમદાર વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જેમાં મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગાંધીનગરમાં સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાશે
ગાંધીનગરમાં સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાશે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સમારોહ યોજાશે. તેમાં મહત્વની કામગીરી કરનારા કલેક્ટરોનું સન્માન થશે.
ગોધરાના હાલોલ શામળાજી હાઇવે પર મોટો ખાડો પડ્યો છે
ગોધરાના હાલોલ શામળાજી હાઇવે પર મોટો ખાડો પડ્યો છે. જેમાં કોટડા નજીક માર્ગની વચ્ચે મોટો ખાડો પડતાં વાહનોને ભારે નુકસાન થયુ છે. તેમાં 20થી વધુ વાહનના ટાયર ફાટવા સાથે વ્હીલ પ્લેટ બેન્ડ થઇ છે. સદ્દનસીબે અકસ્માત અને જાનહાનિની ઘટનાઓ ટળી છે. ગોધરા પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. તેમાં સંલગ્ન જવાબદારોને સહેજ પણ ગંભીરતા ના હોય એવી સ્થિતિ છે.
કચ્છ દુધઈમાં બનેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે
કચ્છ દુધઈમાં બનેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. જેમાં ગણતરીની કલાકોમાં આરોપી દબોચાઈ ગયા છે. દુધઈ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 9.40 લાખ રૂપિયા રિકવર કરાયા છે. જેમાં હથિયારનો ડર બતાવીને લૂંટ ચલાવી હતી.


