Gujarati Top News : આજે 4 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 4 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : રાજ્યમાં નવા ચૂંટાયેલા સરપંચોનો અભિવાદન સમારોહ યોજાશે. જેમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સમારોહ તથા ગુજરાતના વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસ એક્શનમાં છે. ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળશે તેમજ ભુજમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા તથા
રાજ્યમાં નવા ચૂંટાયેલા સરપંચોનો અભિવાદન સમારોહ યોજાશે
રાજ્યમાં નવા ચૂંટાયેલા સરપંચોનો અભિવાદન સમારોહ યોજાશે. જેમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સમારોહ યોજાશે. તેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે. CM ભૂપેન્દ્ર પટેલ સમરસ ગામોને ગ્રાન્ટની ફાળવણી કરશે. તથા 761 ગ્રામ પંચાયતોને 35 કરોડની વધુની ગ્રાન્ટ ફાળવશે. રાજ્યમાં 45 મહિલા સમરસ ગ્રામ પંચાયત જાહેર થઈ છે.
ગુજરાતના વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસ એક્શનમાં
ગુજરાતના વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસ એક્શનમાં છે. ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળશે. તથા વિવિધ મુદ્દાઓ અને પ્રશ્નો સંદર્ભે રાજ્યપાલની મુલાકાત કરશે. આજે કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને મળવા માટે જશે.
ભુજમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા
ભુજમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા છે. જેમાં ભુજની ડોસાભાઈ ધર્મશાળા પાસે પાણી ભરાયા છે. તથા ભુજ જનરલ હોસ્પિટલ માર્ગ પર પાણી ભરાયા છે. ઠેર ઠેર પાણી ભરાતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. તથા પ્રિમોન્સૂન કામગીરી પર મોટા સવાલ ઉઠ્યા છે.
જામનગર જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો
જામનગર જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં બારમેઘ ખાંગા જેવી સ્થિતિ છે. જેમાં ભારે વરસાદ બાદ જીણાવારી ગામનો કોઝવે બે કાંઠે થયો છે. ધસમસતા પૂરના પ્રવાહે કોઝવે પરની રેલિંગ તોડી છે. જેમાં રેલિંગ તૂટતા જીણાવારી-જામજોધપુર વચ્ચેની કનેક્ટિવિટી બંધ થઇ છે. અડધા દિવસ સુધી જીણાવારીનો સંપર્ક તાલુકા મથકથી તૂટ્યો છે. તથા પૂર ઓસર્યા બાદ વાહનચાલકો કોઝવે પરથી પસાર થયા છે.
બોટાદના રાણપુર પંથકમાં વરસાદી માહોલ
બોટાદના રાણપુર પંથકમાં વરસાદી માહોલ છે. જેમાં અણીયાળી, કસ્બાતી, દેવળિયામાં ભારે વરસાદ છે. તેમજ નાગનેશ, કનારા, બોડિયા, માલણપુર તથા અણીયાળી, કસ્બાતી ગામે પવન સાથે વરસાદ છે. જેમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ગામના રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેમાં ભારે વરસાદ બાદ ગામના નદી-નાળા છલકાયા છે.
કચ્છના ભુજમાં જોરદાર વરસાદ આવ્યો
કચ્છના ભુજમાં જોરદાર વરસાદ આવ્યો છે. જેમાં ભુજમાં વરસાદ બાદ પાણી ભરાયા છે. બસ સ્ટેશન રોડ પર પાણી ભરાયા છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ લોકોની મદદે આવી છે. જેમાં પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા છે. કન્ડક્ટર, પ્રવાસીઓ તેમજ વાહનોને બહાર કાઢ્યા છે. તથા ફસાયેલા વાહનોને બહાર કાઢવામાં મદદ કરી છે.


