Gujarati Top News : આજે 9 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 9 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : એમ.એસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. જેમાં જમ્યા બાદ 100 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થયું તેમજ MLA ચૈતર વસાવાના વિરુદ્ધમાં જન આક્રોશ રેલી યોજશે. જેમાં ડેડીયાપાડા ખાતે આદિવાસી સમાજના લોકો રેલી યોજશે તથા રાજકોટના મુંજકા ગામના આર્ષ વિદ્યામંદિર પાસે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો તેમજ રાજકોટના મુંજકા ગામના આર્ષ વિદ્યામંદિર પાસે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો તથા અરવલ્લીમાં ઘોર બેદરકારીનો ઉત્તમ નમૂનો છે. જેમાં માલપુરમાં ભંગારની દુકાનમાંથી સરકારી પુસ્તકો મળ્યા છે તથા રાજકોટમાં દારૂ સાથે યુવકો પકડાવા મામલે મોટો ખુલાસો થયો છે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
એમ.એસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની
એમ.એસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. જેમાં જમ્યા બાદ 100 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે. એસ.ડી હોલમાં આવેલ મેસમાં જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયુ હતુ. તેમજ કુલ 350 વિધાર્થિનીઓએ રાત્રી ભોજન લીધું હતુ. વિદ્યાર્થિનીઓને સારવાર માટે ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ છે. જેમાં ભોજન બાદ વિદ્યાર્થિનીઓને રાત્રે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવો થયો છે. મેસના વાસી ભોજનના કારણે વિધાર્થિનીઓનો જીવ જોખમમાં મૂકાયો છે. અનેક વખત વિધાર્થીનીઓએ ભોજનની ગુણવત્તાને લઇ ફરિયાદ કરી છે. સયાજી હોસ્પિટલમાં વાઈસ ચાન્સેલર, હોસ્ટેલના ચીફ વોર્ડન દોડી આવ્યા છે. ફૂડ પોઇઝનિંગની ઘટનાને લઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા છે.
MLA ચૈતર વસાવાના વિરુદ્ધમાં જન આક્રોશ રેલી યોજશે
MLA ચૈતર વસાવાના વિરુદ્ધમાં જન આક્રોશ રેલી યોજશે. જેમાં ડેડીયાપાડા ખાતે આદિવાસી સમાજના લોકો રેલી યોજશે. ચૈતર વસાવાના ગઢમાં તેના જ વિરુદ્ધમાં રેલી નીકળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે બેઠકમાં સમીક્ષા થશે. તુટેલા રસ્તા અને તેના સમારકામની કામગીરી પર સમીક્ષા થશે. જેમાં વરસાદી સીઝનમાં ખરીદ પાકોની વાવણીને લઈને પણ સમીક્ષા થશે. સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમીક્ષા થશે.
રાજકોટના મુંજકા ગામના આર્ષ વિદ્યામંદિર પાસે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો
રાજકોટના મુંજકા ગામના આર્ષ વિદ્યામંદિર પાસે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. જેમાં હિટ એન્ડ રનના આરોપી જે.ડી. જાદવને યુનિવર્સિટી પોલીસે દબોચ્યો છે. તેમાં મુંજકાના પૂર્વ સરપંચ જે.ડી. જાદવની ધરપકડ કરી જેલ હવાલે કરાયો છે. જે.ડી.જાદવ અકસ્માત સર્જી ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો.
અરવલ્લીમાં ઘોર બેદરકારીનો ઉત્તમ નમૂનો
અરવલ્લીમાં ઘોર બેદરકારીનો ઉત્તમ નમૂનો છે. જેમાં માલપુરમાં ભંગારની દુકાનમાંથી સરકારી પુસ્તકો મળ્યા છે. જૂના અને નવા અભ્યાસક્રમના પુસ્તકો ભંગારમાંથી મળ્યા છે. જેમાં શિક્ષણાધિકારીએ 5 હજારથી વધુ પુસ્તકો જપ્ત કર્યા છે. ધોરણ 1-8ના પુસ્તકો ભંગારમાંથી મળી આવ્યા છે. કોણે પાઠ્ય પુસ્તકો આપ્યા તેને લઈને તપાસ તેજ થઇ છે.
રાજકોટમાં દારૂ સાથે યુવકો પકડાવા મામલે મોટો ખુલાસો થયો
રાજકોટમાં દારૂ સાથે યુવકો પકડાવા મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં પોલીસની પૂછપરછમાં ભાજપના નેતાનું નામ સામે આવ્યું છે. બંને યુવકની પૂછપરછમાં પોલીસને ભાજપ નેતાનું નામ મળ્યું છે. વોર્ડ નં.10ના યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મોનીલ શાહનું નામ ખૂલ્યું છે. ભાજપના નેતા મોનીલ શાહે જ બંને યુવકોને દારૂ આપ્યો હતો. જેમાં પોલીસે ભાજપના નેતા મોનીલ શાહ સામે કાર્યવાહી કરી છે.