Gujarati Top News : આજે 1 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 1 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : અમદાવાદમાં IPLની બીજી સેમીફાઈનલ રમાશે. જેમાં મુંબઈ અને પંજાબ વચ્ચે મેચ યોજાશે તથા અમદાવાદમાં કાયદાના રક્ષકો જ કાયદાનો ભંગ કરી રહ્યા છે. જેમાં રાણીપ વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો તેમજ તેમજ મંત્રી બચભાઈ ખાબડ પુત્રની મનરેગા કૌભાંડમાં મુશ્કેલી વધી છે. જેમાં મંત્રીના મોટા પુત્ર બળવંત ખાબડની અન્ય ગુનામાં ધરપકડ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત....
અમદાવાદમાં IPLની બીજી સેમીફાઈનલ રમાશે
અમદાવાદમાં IPLની બીજી સેમીફાઈનલ રમાશે. જેમાં મુંબઈ અને પંજાબ વચ્ચે મેચ યોજાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સેમીફાઈનલ રમાશે. સાંજે 7.30 વાગ્યાથી મેચ શરુ થશે. આઈપીએલની બીજી ક્વોલિફાયર 1 જૂને અને ફાઇનલ મેચ 3 જૂને અમદાવાદમાં યોજાશે. જેને લઈ બેંગ્લોરથી અમદાવાદ બંને શહેરોના ફ્લાટના ભાવમાં વધારો થયો છે. કારણ કે, બેંગ્લોરની ટીમ તો ફાઈનલમાં આવી ચૂકી છે.
અમદાવાદમાં કાયદાના રક્ષકો જ કાયદાનો ભંગ કરી રહ્યા છે
અમદાવાદમાં કાયદાના રક્ષકો જ કાયદાનો ભંગ કરી રહ્યા છે. જેમાં રાણીપ વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. સ્થાનિકોનો આક્ષેપ કે અકસ્માત સર્જનાર પોલીસ કોન્સ્ટેબલ છે. યુવરાજસિંહ વાઘેલા નામના કોન્સ્ટેબલે અકસ્માત કર્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
આરોપી વેગનઆર કાર લઈને નીકળ્યો હતો. ત્રણથી ચાર જેટલા વાહનોને ટક્ક્ર માર હતી. અકસ્માતને પગલે ત્રણથી ચાર લોકો ઘાયલ થયા છે.
જૂના કેસની અદાવતમાં નિર્મમ હત્યા કરવામાં આવી
ભાવનગરમાં મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાના મામલે પોલીસે 3 આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું છે. જૂના કેસની અદાવતમાં પુત્રની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ASI રેખાબેન વાઘોશીએ 3 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. તથઆ પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી લઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે.
મંત્રી બચભાઈ ખાબડ પુત્રની મનરેગા કૌભાંડમાં મુશ્કેલી વધી
મંત્રી બચભાઈ ખાબડ પુત્રની મનરેગા કૌભાંડમાં મુશ્કેલી વધી છે. જેમાં મંત્રીના મોટા પુત્ર બળવંત ખાબડની અન્ય ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. બંને પુત્રોને અગાઉ ધરપકડ બાદ કોર્ટે જામીન આપ્યા હતા. નાના પુત્ર કિરણ ખાબડની પોલીસે ગઇકાલે ધરપકડ કરી હતી. લવારીયા ગામે થયેલ મનરેગા કૌભાંડમાં ધરપકડ કરી હતી. જ્યારે હવે ભાણપૂર ખાતેના મનરેગા કૌભાંડમાં મોટા પુત્રની ધરપકડ કરવામાં આવી છે.