Gujarati Top News : આજે 10 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 10 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : રાજુલાના હિંડોરણા ગામે ડાયપર બનાવતી કંપનીમાં આગ લાગી હતી. જેમાં હિંડોરણા ગામે આવેલી ન્યૂ મોર હેલ્થ કંપનીમાં સાંજના સમયે વિકરાળ આગ લાગી તથા ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ છે. જેમાં તૈયારીઓના ભાગ રૂપે ઝોન 3ની પોલીસ દ્વારા બુલેટ માર્ચ યોજાઈ તેમજ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો ગૃહ કલેશ ફરી જાહેરમાં સામે આવ્યો છે. જેમાં આણંદ વિદ્યાનગર રોડ પર જાહેરમાં ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા અને ભરતસિંહના સ્ત્રી મિત્ર રિધ્ધિ રાજપૂત સામસામે આવ્યા તથા વિસાવદર પેટાચૂંટણીને લઈ કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં શરૂ થયો છે. મોટા કોટડા ગામે અનુસૂચિત જનજાતિનું મહાસંમેલન યોજાશે તથા શાળા પ્રવેશોત્સવને લઈને CMની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. શિક્ષણ મંત્રી શાળા પ્રવેશોત્સવની બેઠકમાં હાજર રહેશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
રાજુલાના હિંડોરણા ગામે ડાયપર બનાવતી કંપનીમાં આગ લાગી
રાજુલાના હિંડોરણા ગામે ડાયપર બનાવતી કંપનીમાં આગ લાગી હતી. જેમાં હિંડોરણા ગામે આવેલી ન્યૂ મોર હેલ્થ કંપનીમાં સાંજના સમયે વિકરાળ આગ લાગી હતી. તેમાં સતત 6 કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. તેમાં રાજુલા, સાવરકુંડલા, ખાનગી કંપનીના ફાયર ફાઇટર સાથે અમરેલી ફાયર વિભાગની ટીમ આગ બુઝાવવા કામે વળગી હતી. 80 ટકા ઉપરાંત આગ પર કાબુ મેળવાયો છે. તેમાં ફેક્ટરીમાં લાખો રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ છે.
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ છે. જેમાં તૈયારીઓના ભાગ રૂપે ઝોન 3ની પોલીસ દ્વારા બુલેટ માર્ચ યોજાઈ છે. ગાયકવાડ હવેલી, કાલુપુર, ખાડિયા, શહેર કોટડામાં પોલીસની માર્ચ યોજાઇ છે. 100 બુલેટ પર પોલીસ જવાનોએ રથયાત્રા રૂટ પર પેટ્રોલિંગ કર્યું છે. જેમાં મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજે માર્ચની શરૂઆત કરાવી હતી. બુલેટ માર્ચમાં મંદિરના ટ્રસ્ટીઓ, પોલીસ અધિકારી પણ હાજર રહ્યા હતા. જમાલપુરથી નીકળી સમગ્ર રથયાત્રા રૂટ ફરી પેટ્રોલિંગ હાથ ધરાયું છે.
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો ગૃહ કલેશ ફરી જાહેરમાં સામે આવ્યો
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો ગૃહ કલેશ ફરી જાહેરમાં સામે આવ્યો છે. જેમાં આણંદ વિદ્યાનગર રોડ પર જાહેરમાં ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા અને ભરતસિંહના સ્ત્રી મિત્ર રિધ્ધિ રાજપૂત સામસામે આવ્યા છે. રિધ્ધિ રાજપૂત અને રેશ્મા પટેલ વચ્ચે જાહેરમાં વાકયુદ્ધ થયાની ચર્ચા છે. લાંબો સમય સુધી બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાની ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે. મોડી રાત્રે વિદ્યાનગર રોડ પર આઈસ્ક્રીમ પાર્લર બહાર રિધ્ધિ રાજપૂતને રેશ્મા પટેલે ધમકાવી હોવાની ચર્ચા! અગાઉ પણ ઘરમાં ઘૂસીને રેશ્મા પટેલે ભરતસિંહ અને રિધ્ધિને માર મારી આક્રોશ ઠાલવ્યો હતો જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયા હતા. ફરીથી જાહેરમાં આ બન્ને સ્ત્રીઓની બોલાચાલી ચર્ચામાં આવી છે.
વિસાવદર પેટાચૂંટણીને લઈ કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં શરૂ
વિસાવદર પેટાચૂંટણીને લઈ કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં શરૂ થયો છે. મોટા કોટડા ગામે અનુસૂચિત જનજાતિનું મહાસંમેલન યોજાશે. જેમાં કોંગ્રેસના નેતા જીજ્ઞેશ મેવાણી મહાસંમેલનમાં હાજરી આપશે. તથા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહેશે.
શાળા પ્રવેશોત્સવને લઈને CMની અધ્યક્ષતામાં બેઠક યોજાશે
શાળા પ્રવેશોત્સવને લઈને CMની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. શિક્ષણ મંત્રી શાળા પ્રવેશોત્સવની બેઠકમાં હાજર રહેશે. 18 થી 20 જૂન વચ્ચે શાળા પ્રવેશોત્સવનું જાહેરાત કરી હતી. પરંતુ મોટાભાગના વિસ્તારોમાં આચાર સંહિતા લાગુ છે. તેમાં પદાધિકારીઓ-શિક્ષકો ચૂંટણીની કામગીરીમાં જોડાયા છે. તથા આચાર સંહિતાના ભંગ વિના યોજી શકાય તે સંદર્ભે ચર્ચા કરાશે.