Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 11 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજે ભગવાન જગન્નાથની જળયાત્રા નિકળશે. જેમાં રથયાત્રાની શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા તેમજ સાબરમતી રિવરફ્રન્ટ યોગ શિબિરનું આયોજન
gujarati top news   આજે 11 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 11 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આજે ભગવાન જગન્નાથની જળયાત્રા નિકળશે. જેમાં રથયાત્રાની શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા તેમજ સાબરમતી રિવરફ્રન્ટ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યોગ બોર્ડ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું તથા કડી વિધાનસભાની પેટાચૂંટણીને લઈને ભાજપની કવાયત શરૂ થઇ છે. જેમાં રાજેન્દ્ર ચાવડાના સમર્થનમાં કડીમાં BJPની વિશાળ સભા યોજાવા જઇ રહી છે તેમજ પંચમહાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ. હાલોલના તાજપુરા ખાતે 25 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે આ સહિતના વિવિધ સમાચાર જાણવા અમારી સાથે સતત જોડાયેલા રહો....

Advertisement

આજે ભગવાન જગન્નાથની જળયાત્રા નિકળશે

આજે ભગવાન જગન્નાથની જળયાત્રા નિકળશે. જેમાં રથયાત્રાની શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા. સવારે 8 વાગે જળયાત્રાનો પ્રારંભ થશે. તેમાં 108 કળશમાં પાણી ભરી મંદીરમાં લવાશે. તથા સાબરમતી નદીના ભુદરના આરે ભવ્યપૂજન થશે. બપોર બાદ ભગવાનને મોસાળ વાસીઓ સરસપુર લઈ જશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર દર્શન કરવા માટે આવશે. હાથી, ઘોડા અને બેન્ડવાજા સાથે જળયાત્રાનો પ્રારંભ થશે.

Advertisement

સાબરમતી રિવરફ્રન્ટ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

સાબરમતી રિવરફ્રન્ટ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યોગ બોર્ડ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર અંદાજિત 14 હજાર લોકો હાજર છે. ગુજરાતના તમામ જિલ્લા તેમજ લોકો યોગથી પ્રેરણા લે છે. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું છે કે વહીવટ તંત્ર તેમજ યોગ શિક્ષક અભિનંદનને પાત્ર છે. દર વર્ષે 21 જૂન સમગ્ર વિશ્વ યોગ દિવસ ઉજવાય છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અનોખો રેકોર્ડ સર્જાશે. મેદસ્વિતા મુક્ત અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. સમગ્ર રાજ્યની અનેક સંસ્થા આ અભિયાન જોડાઈ છે. આગામી દિવસોમાં રાજ્યના ખૂણે ખૂણે અભિયાન ચલાવાશે.

કડી વિધાનસભાની પેટાચૂંટણીને લઈને ભાજપની કવાયત શરૂ

કડી વિધાનસભાની પેટાચૂંટણીને લઈને ભાજપની કવાયત શરૂ થઇ છે. જેમાં રાજેન્દ્ર ચાવડાના સમર્થનમાં કડીમાં BJPની વિશાળ સભા યોજાવા જઇ રહી છે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની હાજરીમાં જનસભા યોજાશે.

પંચમહાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ

પંચમહાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ. હાલોલના તાજપુરા ખાતે 25 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને વન વિભાગનું આયોજન છે. વિરાટ નારાયણ વનમાં 25 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. તેમાં 'એક પેડ મા કે નામ' અને 'એક વૃક્ષ નારાયણ બાપુજી કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવશે.

આ પણ વાંચો: Rashifal 11 June 2025: આ રાશિના લોકોને આજે શુભ યોગના કારણે મળશે શુભ લાભ

Tags :
Advertisement

.

×