Gujarati Top News : આજે 12 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 12 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતાને લઈને ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે તથા રાજકોટ એસીબીની જામનગરમાં સફળ ટ્રેપ થઇ છે. ઉદ્યોગનગર ચોકીના પીએસઆઇ અને રાઇટર ધમભાઇ મોરી વતી લાંચ લેતા એસઓજીના કોન્સ્ટેબલ રંગે હાથ પકડાયા તેમજ તાપી જિલ્લામાં ત્રણ ગ્રામ પંચાયત સમરસ બની સહિતના વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતાને લઈને ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતાને લઈને ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. પરંતુ ભારે વાહનો બિન્દાસ પસાર થઈ રહ્યા હોય તેવા વીડિયો જોઈ શક્ય છે. રાત્રિના સમયે નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી ટ્રકનો વીડિયો સામે આવ્યો છે. નર્મદા મૈયા બ્રિજની બંનેઓ સાઈડમાં પોલીસ પોઇન્ટ હોવા છતાં ભારે વાહનો કઈ રીતે પસાર થાય છે એ એક સવાલ ઊભો થાય છે ? ભારે વાહનો પસાર થતા અકસ્માતને આમંત્રણ આપતા હોય તેવું જણાઇ આવે છે! તંત્રના જાહેરનામાનું કડક અમલીકરણ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
રાજકોટ એસીબીની જામનગરમાં સફળ ટ્રેપ થઇ
રાજકોટ એસીબીની જામનગરમાં સફળ ટ્રેપ થઇ છે. ઉદ્યોગનગર ચોકીના પીએસઆઇ અને રાઇટર ધમભાઇ મોરી વતી લાંચ લેતા એસઓજીના કોન્સ્ટેબલ રંગે હાથ પકડાયા છે. પીએસઆઈ આરડી ગોહિલ અને તેના રાઈટર મોરીએ 50-50 હજારની લાંચ માંગી હતી. એસીબીની ટીમે એસઓજીના કોન્સ્ટેબલ રવિ શર્માની ધરપકડ કરી છે. પીએસઆઇ કોર્ટ મુદતે અમદાવાદ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે પખવાડિયા પૂર્વે સીટી એ ડીવીજનના બે પોલીસકર્મીઓ લાંચ લેતા પકડાયા હતા.
તાપી જિલ્લામાં ત્રણ ગ્રામ પંચાયત સમરસ બની
તાપી જિલ્લામાં ત્રણ ગ્રામ પંચાયત સમરસ બની છે. સોનગઢની જુનવાણ અને હનુમતિયા સમરસ બની છે. તથા ડોવલણની કમલકુઈ ગ્રામ પંચાયત સરમસ બની છે. કુલ 40 ગ્રામ પંચાયત પર ચૂંટણી યોજાવાની હતી. 22 તારીખે 37 ગ્રામ પંચાયત માટે મતદાન યોજાશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગુજરાત પ્રવાસે છે. જેમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું સમાપન કરાવશે. સુરતના બારડોલી ખાત અભિયાનનું સમાપન કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો: Rashifal 12 June 2025: આ રાશિઓના જાતકો પર ભાગ્ય છે મહેરબાન, મળશે કેન્દ્ર યોગનો લાભ