Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 13 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવશે તથા પ્લેન દુર્ઘટનામાં મોટા ભાગની ડેડ બોડીની ઓળખ કરવી મુશ્કેલ છે
gujarati top news   આજે 13 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 13 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : અમદાવાદ પ્લેન ક્રેશને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવશે તથા પ્લેન દુર્ઘટનામાં મોટા ભાગની ડેડ બોડીની ઓળખ કરવી મુશ્કેલ છે. એકમાત્ર ડીએનએ સેમ્પલ મારફતે પરીવારજનો પોતાના સ્વજનોની બોડી સુપ્રત કરાશે તેમજ અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાના મુદ્દે DNA ટેસ્ટ માટેના સેમ્પલ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. કસોટી ભવન બી.જે.મેડિકલ કોલેજની બિલ્ડિંગમાં સેમ્પલ લેવાયા તથા અમદાવાદ એરપોર્ટથી વિમાન ક્રેશ દુર્ઘટનામાં રાત્રિ દરમિયાન કામગીરી કરતા જવાનો યથાવત રહ્યાં છે સહિતના તાજા સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

અમદાવાદ પ્લેન ક્રેશને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા

અમદાવાદ પ્લેન ક્રેશને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવશે. સવારે 8 કલાકે PM મોદી અમદાવાદ પહોંચશે. વડાપ્રધાન મોદી સિવિલમાં ઈજાગ્રસ્તોને મળશે. તથા PM મોદી ઘટનાસ્થળની મુલાકાત કરી શકે છે. જેમાં ઘટના સ્થળ પર ફાયર વિભાગ, NDRF ટીમ, ફાયર વિભાગ, આર્મી તૈનાત છે. તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર છે. કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. સમગ્ર ઘટના સ્થળ પોલીસ વિભાગ દ્વારા કોડન કરવામાં આવ્યું છે.
ઠેર ઠેર બેરિકેટ લગાવવામાં આવ્યા છે.

Advertisement

પ્લેન દુર્ઘટનામાં મોટા ભાગની ડેડ બોડીની ઓળખ કરવી મુશ્કેલ

પ્લેન દુર્ઘટનામાં મોટા ભાગની ડેડ બોડીની ઓળખ કરવી મુશ્કેલ છે તે હદ સુધી બોડી બળી હતી. એકમાત્ર ડીએનએ સેમ્પલ મારફતે પરીવારજનો પોતાના સ્વજનોની બોડી સુપ્રત કરાશે. રેસિડન્સ ડોક્ટરો જે મેન્ટલ હોસ્પિટલ ખાતે બિલ્ડીંગમાં પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા તે અમુકની ઓળખ શક્ય બની છે. જે મૃતકોના પરિવારજનો ઓળખ કરી શક્યા છે તેવા અમુક જૂજ પરિવારજનોને આજે બોડી આપવાની પ્રક્રિયા હાથ ધરાશે. મૃતકના પરિવારજનો અને સારવારમાં ઘાયલોને આજે પ્રધાનમંત્રી મળે તેવી શક્યતા જોવા મળી રહી છે.

અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાના મુદ્દે DNA ટેસ્ટ માટેના સેમ્પલ લેવાની પ્રક્રિયા પૂર્ણ

અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાના મુદ્દે DNA ટેસ્ટ માટેના સેમ્પલ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. કસોટી ભવન બી.જે.મેડિકલ કોલેજની બિલ્ડિંગમાં સેમ્પલ લેવાયા છે. હાલ સેમ્પલને FSLમાં મોકલવામાં આવશે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ પરિવારજનોને રિપોર્ટ સોંપાશે. તથા રિપોર્ટના આધારે પરિવારજનોને મૃતદેહ સોંપાશે. જેમાં FSLનો રિપોર્ટ 72 કલાકમાં આવતો હોય છે.

વિમાન ક્રેશ દુર્ઘટનામાં રાત્રિ દરમિયાન કામગીરી કરતા જવાનો યથાવત રહ્યાં

અમદાવાદ એરપોર્ટથી વિમાન ક્રેશ દુર્ઘટનામાં રાત્રિ દરમિયાન કામગીરી કરતા જવાનો યથાવત રહ્યાં છે. 450 મીટરની ઉડાન પછી વિમાન ઊંચાઈ ગુમાવી 50 સેકન્ડમાં જ ક્રેશ થઈ ગયુ હતુ. તથા 1,25,000 લિટરથી વધુ ઇંધણ ભરેલું હતું અને ઇંધણમાં આગથી વધારે સ્થિતિ વિકટ બની હતી. યાત્રીઓ સાથે વિમાનમાં 241 સવાર લોકોના મોત થયા છે. અન્ય રહેવાસીઓ 24 કુલ 265 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તેમજ 24 સ્થાનિક પીડિતોમાંથી 4 મેડિકલ એમબીબીએસના વિદ્યાર્થીઓ છે. જયારે 40 વ્યક્તિઓ ઘાયલ છે. તેમજ 40 માંથી 21 ઘાયલ મેડિકલના વિદ્યાર્થીઓ જે કેન્ટીનમાં હતા અને રેસ્ક્યુ કરી સારવાર અર્થે મોકલાયા છે. 140 ડીએનએ નમૂના લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Rashifal 13 June 2025: શુભ યોગ બનવાથી આ રાશિના લોકોને મળશે ખૂબ લાભ

Tags :
Advertisement

.

×